રાવલવાડી પોસ્ટ ઓફિસ કૌભાંડના સબ પોસ્ટ માસ્તર વિનય દવેને જામીન મુક્ત કરતી ભુજની સેશન્સ અદાલત

ભુજ : રાવલવાડી પોસ્ટ કૌભાંડમાં ભુજ પોસ્ટ ખાતા તરફથી કરવામાં આવેલ એજન્ટ પ્રજ્ઞા ઠક્કર, સચિન ઠક્કર, સબ પોસ્ટ માસ્તર બિપિન રાઠોડ અને બટુક વૈષ્ણવ સામે ભુજ એ-ડિવિઝન સમક્ષ કરવામાં આવેલી ફરિયાદમાં વિનય દેવશંકર દવે કે જેઓ ર૦૦૮થી ર૦૧૩ના સમયગાળા દરમિયાન રાવલવાડી પોસ્ટ ઓફિસમાં સબ પોસ્ટ માસ્તર તરીકે ફરજ પર હતા તેઓની ખોટી સહી કરી હોવાનું જણાવ્યું હતું અને તે રીતે તેમના સાક્ષી તરીકે નિવેદન લીધા હતા. બાદમાં ચાલુ તપાસ દરમિયાન તેઓના સમય ગાળા દરમિયાન પણ તપાસ કરતા ર ખાતામાં એજન્ટ દ્વારા ચેક મારફતે પૈસા લઈ ગયા હોવાનું બહાર આવતા દવેને પણ  આરોપી  તરીકે દર્શાવી અને ૧૩/પ/ર૧ના રોજ પોલીસ તરફથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ  તા.ર૦/પ/ર૧ના રોજ પોલીસ દ્વારા તમામ ચારેય આરોપીઓ વિરૂદ્ધ ભુજની કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી અને જે ચાર્જશીટ ફાઈલ થઈ જતા આરોપી વિનય દવેની પ્રથમ વખત જામીન અરજી ર૦ જેટલા કારણ સાથે વિગતવારની નામદાર સેશન્સ કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા. જેની ઓનલાઈન વચ્ર્યુલ સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં આરોપી પક્ષેની રજૂઆત નામદાર સર્વોચ્ય અદાલતના અલગ ચૂકાદ, તેમજ આરોપીનો ભાગ વગેરે જાેતા નામદાર ૧૦મા અધિક સેશન્સ જજ શ્રી આર.વી. મંદાની દ્વારા શરતી રેગ્યુલર જામીન મુક્ત કરતો હુકમ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પોસ્ટ કૌભાંડમાં જામીન પર મુક્ત થનાર આ પ્રથમ આરોપી છે. આ આરોપી વિનય દેવશંકર દવેના વકીલ તરીકે ભુજના વકીલ મલ્હા દર્શક બુચએ હાજર રહી દલી કરી હતી.