રાપર ભાજપ મહિલા મોરચા દ્વારા સરહદ પર ફરજ બજાવતા જવાનોને રાખડી બંધાઈ

0
35

રાપર : રક્ષાબંધન એ ભાઈ-બહેનના પવિત્ર સબંધોનો તહેવાર છે. બહેન ભાઈના હાથે રાખડી બાંધી ભાઈના દીર્ઘાયુષ્યની કામના કરે છે ત્યારે રાપર શહેર – તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચા અને રાપર ભાજપ મહિલા મોરચા દ્વારા ધોળાવીરા બીએસએફ ચોકી ખાતે રક્ષાબંધન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બીએસએફ ચોકી મધ્યે જવાનોને પ્રદેશ મહિલા મોરચાના પારસબા જાડેજા, રાપર મહિલા મોરચાના હીનાબેન દરજી અને જયાબેન સતીષ ચાવડા દ્વારા રાખડી બાંધી મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં બક્ષીપંચ મોરચા રાપર શહેર પ્રમુખ અવિનાશ પ્રજાપતિ, તાલુકા બક્ષીપંચ મોરચા પ્રમુખ નાનજીભાઈ ઠાકોર, રાપર તાલુકા ભાજપ મહામંત્રી રામજીભાઈ ચાવડા, રાપર શહેર ભાજપ મહામંત્રી લાલજીભાઈ કારોત્રા, રમેશભાઈ સાધુ, મંત્રી અમિતભાઈ ગઢવી, રાજુભાઈ પીરાણા, તાલુકા ભાજપ ઉપપ્રમુખ ખેતાભાઈ અખિયાની, વજુભાઈ રબારી, ધોળાવીરા સરપંચ જીલુુભા વગેરે કાર્યકર્તાઓ જાેડાયા હતા.