રાપર-ભચાઉ વિસ્તારના ૫ સ્થળોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર ભચાઉ નગરપાલીકાના દેવભુમી સોસાયટી (વાગડ હોસ્પિટલ પાછળ) ના વિસ્તારમાં જયવીરસિંહ અનીરૂધ્ધસિંહ જાડેજાના ઘરથી શ્રી રાજદીપસિંહ મહાવીરસિંહ જાડેજા ઘર સુધીને તા.૪/૪ સુધી, ભચાઉ નગરપાલીકાના જલારામ સોસાયટીના વિસ્તારમાં શ્રી મીતેશભાઇ પ્રવીણભાઇ ઠકકરના ઘરથી શ્રી ઉમેશભાઇ ગજાનંદભાઇ મહેતા ઘર સુધીને તા.૪/૪ સુધી, ભચાઉ નગરપાલીકાના નવી ભચાઉ વિસ્તારમાં શ્રી હર્ષદભાઇ ધીરજભાઇ શાહના ઘરથી શ્રી પ્રતિપાલસિંહ અજયસિંહ પરમારના ઘર સુધીને તા.૪/૪ સુધી, રાપર તાલુકાના સુવઈ ગામના મીઠી આઇ ચાર રસ્તા વિસ્તારમાં શ્રી મેરામણભાઇ ધનાભાઇ મહેશ્વરીના ઘરથી શ્રી ખીમાભાઇ ગેલાભાઇ પરમારના ઘર સુધીને તા.૪/૪ સુધી, રાપર તાલુકાના ભીમાસર (ભું) ગામના જેતાણીવાસમાં શ્રી રતનભાઇ બાઉભાઇ વજાણીના ઘરથી શ્રી જેસંગભાઇ જીવાભાઇ દૈયાના ઘર સુધીને તા.૪/૪ સુધી કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર પર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભચાઉ-કચ્છ મદદનીશ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી નિધિ સિવાચ દ્વારા ફરમાવેલ છે.