રાપર-ભચાઉ વિસ્તારના ૩૦ સ્થળોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર ભચાઉ નગરપાલિકાના ભવાનીપુર શેરી નં.૪ વિસ્તારમાં ઘર નં.૧ થી ૩૦ સુધીના વિસ્તારને તા.૩૦/૪ સુધી, ભચાઉ નગરપાલિકાના લાયન્સનગર-એ વિસ્તારમાં ઘર નં.૧ થી ૨૮ સુધીના વિસ્તારને તા.૩૦/૪ સુધી, ભચાઉ તાલુકાના આમરડી ગામના પ્લોટ વિસ્તારમાં ઘર નં.૧ થી ૩૦ સુધીના વિસ્તારને તા.૨૯/૪ સુધી, ભચાઉ નગરપાલિકાના પાર્શ્વ સીટી વિસ્તારમાં ઘર નંસી-૧૫ થી સી-૨૪ સુધીના વિસ્તારને તા.૨૯/૪ સુધી, ભચાઉ તાલુકાના કુંભારડી ગામમાં પટેલવાસ વિસ્તારમાં ઘર નં.૧ થી ૩૨ સુધીના વિસ્તારને તા.૩૦/૪ સુધી, ભચાઉ નગરપાલિકાના ઉપલાવાસ વિસ્તારમાં ઘર નં.૧ થી ૨૨ સુધીના વિસ્તારને તા.૩૦/૪ સુધી, ભચાઉ તાલુકાના શિવલખા ગામમાં દરબારવાસ વિસ્તારમાં ઘર નં.૧ થી ૨૪ સુધીના વિસ્તારને તા.૩૦/૪ સુધી, ભચાઉ નગરપાલિકાના રિધ્ધિ કોમ્પલેક્ષ (રેલવે સ્ટેશન રોડ) વિસ્તારમાં ઘર નં.૧ થી ૨૪ સુધીના વિસ્તારને તા.૩૦/૪ સુધી, રાપર તાલુકાના આડેસર ગામમાં આયરવાસ વિસ્તારમાં ઘર નં.૧ થી ૧૧ સુધીને તા.૩૦/૪ સુધી, રાપર તાલુકાના આણંદપર ગામમાં પટેલવાસ વિસ્તારમાં ઘર નં.૧ થી ૨૦ સુધીને તા.૩૦/૪ સુધી, રાપર તાલુકાના આણંદપર ગામમાં પટેલવાસ વિસ્તારમાં ઘર નં.૧ થી ૬ સુધી તા.૩૦/૪ સુધી, રાપર તાલુકાના બેલા ગામમાં દરબારવાસ વિસ્તારમાં ઘર નં.૧ થી ૭ સુધીને તા.૩૦/૪ સુધી, રાપર તાલુકાના જુના સણવા ગામમાં દરબારવાસ વિસ્તારમાં ઘર નં.૧ થી ૫ સુધી તા.૩૦/૪ સુધી, રાપર તાલુકાના સેલારી ગામમાં સબ સેન્ટરની બાજુના વિસ્તારમાં ઘર નં.૧ થી ૧૫ સુધીને તા.૨૯/૪ સુધી, રાપર તાલુકાના ગેડી ગામમાં મોટોવાસ વિસ્તારમાં ઘર નં.૧ થી ૧૩ સુધીને તા.૨૯/૪ સુધી, રાપર તાલુકાના ફતેહગઢ ગામમાં રજપુતવાસ વિસ્તારમાં  ઘર નં.૧ થી ૯ સુધીને તા.૩૦/૪ સુધી, રાપર તાલુકાના ખાંડેક ગામમાં નાનોવાસ વિસ્તારમાં ઘર નં.૧ થી ૧૬ સુધીને તા.૨૮/૪ સુધી, રાપર તાલુકાના નાંદેલાવાંઢ વિસ્તારમાં ઘર નં.૧ થી ૫ સુધીને તા.૩૦/૪ સુધી, રાપર નગરપાલીકાના જે.પી.નગર વિસ્તારમાં ઘર નં.૧ થી ૪ સુધીને તા.૩૦/૪ સુધી, રાપર તાલુકાના ભીમાસર ગામમાં દરબારવાસ વિસ્તારમાં ઘર નં.૧ થી ૫ સુધીને તા.૨૯/૪ સુધી, રાપર નગરપાલીકાના ખોડીયાર મંદિરની પાછળના વિસ્તારમાં ઘર નં.૧ થી ૪ સુધીને તા.૩૦/૪ સુધી, રાપર નગરપાલીકાના સી.એચ.સી. વિસ્તારમાં ઘર નં.૧ થી ૭ સુધીને તા.૩૦/૪ સુધી, રાપર તાલુકાના ગેડી ગામમાં રાજાની વાસ વિસ્તારમાં ઘર નં.૧ થી ૧૨ સુધીને તા.૩૦/૪ સુધી, રાપર તાલુકાના ગાગોદર ગામમાં પંચાયતવાળી શેરી વિસ્તારમાં ઘર નં.૧ થી ૧૫ સુધીને તા.૨૯/૪ સુધી, રાપર તાલુકાના ગેડી ગામમાં મોટોવાસ વિસ્તારમાં ઘર નં.૧ થી ૧૧ સુધીને તા.૩૦/૪ સુધી, રાપર તાલુકાના ફતેહગઢ ગામમાં રજપુતવાસ વિસ્તારમાં ઘર નં.૧ થી ૧૧ સુધીને તા.૧/૫ સુધી, રાપર તાલુકાના ખાંડેક ગામમાં મોટોવાસ વિસ્તારમાં ઘર નં.૧ થી ૧૫ સુધીને તા.૩૦/૪ સુધી, રાપર તાલુકાના સેલારી ગામમાં કાયાસરીવાંઢ વિસ્તારમાં તા.૧ થી ૧૦ સુધીને તા.૩૦/૪ સુધી, રાપર તાલુકાના આડેસર ગામમાં બેચરીવાસ વિસ્તારમાં ઘર નં.૧ થી ૧૧ સુધીને તા.૩૦/૪ સુધી, રાપર તાલુકાના આડેસર ગમમાં મકવાણાવાસ વિસ્તારમાં ઘર નં.૧ થી ૧૧ સુધીને તા.૩૦/૪ સુધી માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે. આ જાહેરનામાનો ભંગ કરનાર પર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભચાઉ-કચ્છ નાયબ કલેકટર અને સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટશ્રી પી.એ.જાડેજા દ્વારા ફરમાવેલ છે.