રાપર પોલીસે માસ્ક અંગે દંડ ફટકાર્યો

રાપર : રાપર પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે મુકાયેલા પોલીસ ઈન્સ્પેક્ટર એમ.એમ. જાડેજાએ રાપર પોલીસ ઈન્સ્પેક્ટરનો ચાર્જ સંભાળતાની જ સાથે રાપર શહેરમાં મુખ્ય બજાર માલી ચોક સલારીનાકા ભુતિયા કોઠા રોડ મુખ્ય બજાર એસ.ટી.સ્ટેન્ડ સહિતના વિસ્તારમાં પોલીસ કર્મચારીઓનું કુટ પેર્ટોલિંગ પૂર્વ કચ્છ પોલીસ વડા મયુર પાટિલ અને ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક કે.જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ રાપર શહેરમાં કાયદો અને વ્યવસ્થાનો તેમજ કોવિડ-૧૯ના નિયમનો ચુસ્તપણે કડક પગલાં લેવા માટે તાકીદ કરવામાં આવતા રાપર પોલીસ ઈન્સ્પેક્ટર એમ.એમ.જાડેજા, પીએસઆઈ જે.એચ. ગઢવી, જી.જી.જાડેજા સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ રાપર શહેરમાં માસ્ક વગર ફરતા લોકોને દંડ ફટકાર્યો હતો તો પંદર જેટલા વેપારીઓ માસ્ક વગર ધંધામાં રચ્યા હતા. ત્યારે પોલીસની એન્ટ્રી જોઈને મોતીયા મરી ગયા હતા અને પોલીસ દ્વારા માસ્ક ભંગનો દંડ ફટકાર્યો હતો આજે પાંત્રીસ જેટલા લોકોને માસ્ક અંગે દંડ ફટકારવામાં આવ્યો હતો. આમ રાપર શહેરમાં પોલીસની કડક કાર્યવાહીથી લોકો અને વેપારીઓએ કોરોના અંગે પાલન કરવાની શરૂઆત કરતા કોરોનાના નિયમનું પાલન ના કરતા વેપારીઓ અને તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.