રાપર નગર તથા ગ્રામ્ય વિસ્તારોના ૭ સ્થળોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર રાપર તાલુકાના પ્રાગપર ગામમાં હરીજનવાસ વિસ્તારમાં ઘર નં.૧ થી ૩૮ ને તા.૨૭/૫ સુધી, તાલુકાના પ્રાગપર ગામમાં સોનીવાસમાં ઘર નં.૧ થી ૩૩ ને તા.૨૭/૫ સુધી, રાપર નગરના અયોધ્યાપુરીમાં ઘર નં.૧ થી ૩ સુધીને તા.૨૭/૫ સુધી, રાપર નગરના નવાપરમાં ઘર નં.૧ થી ૬ સુધીને તા.૨૭/૫ સુધી, તાલુકાના હમીરપર મોટી ખેડુકાવાંઢ ઘર નં.૧ ને તા.૨૪/૫ સુધી, તાલુકાના હમીરપર મોટી ખેડુકાવાંઢમાં ઘર નં.૧ થી ૫ સુધીને તા.૨૫/૫ સુધી, તાલુકાના હમીરપર મોટી ખેડુકાવાંઢમાં ઘર નં.૧ થી ૩ ને તા.૨૬/૫ સુધી માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે. આ જાહેરનામાનો ભંગ કરનાર પર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભચાઉ-કચ્છ નાયબ કલેકટર અને સબ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટશ્રી પી.એ.જાડેજા દ્વારા ફરમાવેલ છે.