રાપર તાલુકા પંચાયતના ૯ર કરોડના બજેટને આખરી બહાલી અપાઈ

રાપર : આજે રાપર તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રમુખ હમિરજી સોઢાના અધ્યક્ષ સ્થાને રાપર તાલુકા પંચાયત કચેરીના આગામી સમયમાં તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ પ્રકારના વિકાસ માટે બજેટને બહાલી આપવામાં આવી હતી, જેમાં બાણુ કરોડ બાર લાખના આખરી અંદાજ પત્રને બહાલી આપવામાં આવી હતી, જેમાં આગામી સમયમાં તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પંચાયતના વિકાસ ક્ષેત્રે, શિક્ષણ, સિંચાઈ, સહકાર આરોગ્ય ખેતીવાડી પશુપાલન આંગણવાડી બાંધકામ રસ્તા કુદરતી આફતો રસ્તા સહિતના વિવિધ મુદ્દાઓ અંગે વિવિધ ખર્ચ માટે રાખવામાં આવેલ છે. છ કરોડ ચોરાણુ લાખની પુરાંત વાળા બજેટને આખરી બહાલી આપવામાં આવી હતી તેમજ સ્વભંડોળ ચોવીસ લાખની રકમ જમા રહી હતી. આજે યોજાયેલી આખરી અંદાજ પત્રની મંજૂરીની બેઠકમાં ઉપપ્રમુખ કાનજીભાઈ ગોહિલ, કારોબારી ચેરમેર દાનાભાઈ વાવીયા, દંડક મોતી ભરવાડ, શાસક પક્ષના નેતા દેવીબેન આહિર, કિશોર મહેશ્વરી સહિતના તમામ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનું સંચાલન તાલુકા વિકાસ અધિકારી આર.કે. રાઠવા, આંકડા અધિકારી ડી જે ચાવડા, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી જીગ્નેશ પરમાર, બાંધકામ વિભાગના પ્રતાપ પરમાર, શિલાબેન બારીયા, બી.પી. ગુંસાઈ, હરેશ પરમાર, ઈલેવનસિંહ રાજપૂત, હાર્દિક પટેલ, શંકરભાઈ ગઢવી, હુશેન જીએજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને આખરી અંદાજ પત્ર પર મંજૂરીની મહોર મારી હતી.