રાપર : આજરોજ રાપર તાલુકા પંચાયત કચેરી ખાતે રાપર તાલુકા પ્રભારી તેમજ ગાંધીધામ નગરપાલિકાની નવનિયુક્ત ઉપપ્રમુખ બળવંતભાઈ ઠક્કર દ્વારા ચૂંટાયેલા સભ્યોને હોદ્દેદારો તરીકે મેન્ડેટ આપવામાં આવ્યા હતા. જેમાં પ્રમુખ પદે હમીરજી વર્ધાજી સોઢાની વરણી કરવામાં આવી હતી. ઉપરાંત ઉપપ્રમુખ પદે કાનજીભાઈ ભીખાભાઈ ગોહિલ, કારોબારી ચેરમેન પદે દાના કેસા વાવિયા, સાસક પક્ષના નેતા દેવીબેન બીજલભાઈ વરચંદ તથા દંડક પદે મોતી વજા ભરવાડની વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાપર તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા,મહામંત્રી રામજીભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, એડવોકેટ ઘનશ્યામભાઈ પૂજારા, કેશુભાઈ વાઘેલા, ડોલરરાય ગોર, મેહૂલ જોષી, લાલજીભાઈ કારોતરા, ધર્મેન્દ્ર કચ્છી, રશ્મિનભાઈ જોષી, નિલેશ માલી, કમલસિંહ સોઢા, ભીખુભા સોઢા, હઠુભા સોઢા, શહેર ભાજપના ઉમેશ સોની સહિત તાલુકા પંચાયતના વિજેતા સદસ્યો તેમજ બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, નવા વરાયેલા પ્રમુખ હમીરજી સોઢા, ઉપપ્રમુખ તેમજ કારોબારી ચેરમેન તરીકેનો હોદ્દો સંભાળી ચૂક્યા છે. રાપર તાલુકા પંચાયતની કુલ ર૪ બેઠકમાંથી ભાજપને ર૧ બેઠકો  પર જીત મળી હતી.