રાપર-આડેસર પટ્ટામાં દીપુના દારૂનો ઠેકો પૂરજોશમાં

લો…કર લો બાત…!; દારૂબંધી વાળા ગુજરાતમાં દારૂ મળે, લોકડાઉનમાં પણ દારૂની થાય છે રેલમછેલ પણ વિચાર કરો પ્રાણવાયુ, ઓક્સિજન મળી શકતો નથી

રાપરના બામણસર પાટીયા પાસેથી હાલમાં જ પકડાયેલા ૪૩ લાખના દારૂના જથ્થા માટે પોલીસ ઘનિષ્ઠ તપાસ કરશે તો દીપુ આણી બુટલેગર ટોળકી સુધી લંબાશે રેલો

રાજસ્થાનથી કરોડોના દારૂના જથ્થા મંગાવનાર દીપુ ભણી કસો સકંજો : ટુકાગાળામાં આડેસર પટ્ટામાં દારૂની મોટી ખેપ પકડાવવાના બનેલા ઘટનાક્રમો સૂચક : કયા ભ્રષ્ટ ખાખીધારીના દિપુ પર છે ચાર હાથ? : આટઆટલા મોટા દારૂના જથ્થાઓ મંગાવવામાં ખાખીની મહેરબાની કે રહેમનજર તો હોવી જરૂરી જ બને છે..? જાણકારોનો ઈશારો

ગાંધીધામ : એકતરફ ગુજરાત સહિત કચ્છમાં પણ કોરોનાની મહામારીએ માજા મુકી છે તો બીજીતરફ પૂર્વ કચ્છ વિસ્તારમાં આવી કટોકટીના સમયે પણ દારૂના બુટલેઘરો બેફામ બનીને તેમના ધંધાઓ પુરજોશમાં શરૂ કરાવી ચૂકયા હોવાની ગંધ ફેલાવવા પામી રહી છે.પૂર્વ કચ્છમાં રાપર અને આડેસર પટ્ટામાં ખાસ કરીને હાલમાં દારના મસમોટા જથ્થા પકડવામા આવી રહ્યા છે. તાજેતરમાં જ રાપરની બામણસર પાસે કચ્છ આવતા ૪૩ લાખનો તગડો દારૂનો જ્થો, તેની સાથે એક રાજસ્થાનનો રહેવાસી શખ્સ અને વાહનો મળીને પ૮ લાખનો મુદામાલ પકડી પાડવામા આવ્યો છે. આવો જ મસમોટો દારૂનો જથ્થો થોડા દીવસ પહેલા પણ આ જ પટ્ટામા પકડાયો હતો. આડેસર પોલીસે અહી દાખવેલી જાગૃતી તથા પૂર્વ બાતમીના આધારે જાનના જોખમે આ તો બીજીવખત અહીથી મોટી માત્રામાં દારૂનુ કટીગ થાય તે પહેલા જ પકડીને સારી કામગીરી કરી દેખાડી છે પણ અહી સવાલ એ થાય છે કે, આ પ્રકારનો મોટો જથ્થો અગાઉ અહીથી નહી ઘુસાડી દેવાયો હોય તેની શુ ખાત્રી?વાગડ-રાપર અને ખાસ કરીને આડેસર પટ્ટામાં કહેવાય છે કે, હાલના સમયે દીપુ નામના કુખ્યાત બુટલેઘરનો દારૂનો ઠેકો ધમધમી ઉઠયો છે. આ દીપુએ પોતાના દારૂનો ધંધો પુરજોશમાં આ વિસ્તારમં ધમધમાવી દીધો હોવાની વાત સામે આવવા પામી રહી છે. હાલમા પણ આડેસરમા પકડાયેલા દારૂના મસમોટા જથ્થાઓની ઘનિષ્ઠ અને કડક તપાસ કરવામા આવશે તો તેના રેલો આ દીપુ નામના કુખ્યાત બુટલેગર સુધી જ લંબાઈ શકવાની વકી સેવાઈ રહી છે.જાણકારો દ્વારા આ સમયે ટકોર કરવામા આવી રહી છે કે, રાજસ્થાનથી કરોડોના દારૂના જથ્થા મંગાવનાર દીપુ ભણી સકંજો કસવો ખુબજ જરૂરી છે. નહી તો આવી ખેપ આવતી અહી અટકાવી નહી શકાય. કારણ કે, ટુકાગાળામાં આડેસર પટ્ટામાં દારૂની મોટી ખેપ પકડાવવાના ઉપરાછાપરી બે ઘટનાક્રમો સૂચક જ કહી શકાય તેમ છે. તો વળી બીજીતરફ કયા ભ્રષ્ટ ખાખીધારીના દિપુ પર છે ચાર હાથ? આટઆટલા મોટા દારૂના જથ્થાઓ મંગાવવામાં ખાખીની મહેરબાની કે રહેમનજર તો હોવી જરૂરી જ બને છે..? તે દીશામાં પણ ઉચ્ચ અધિકારીઓ કડક તપાસ કરાવે તે હિતાવહ કહી શકાય તેમ છે.

સાપોલીયા પકડાય છે, પણ મોકલનાર અને દારૂ મંગાવનાર કેમ પોલીસ નથી પકડી શકતી?

રાપરના બામણસર પાસે ૪૩ લાખના દારૂના જથ્થામાં પણ બાડમેર, રાજસ્થાનના જેઠામલ સોઢાને ઝડપી લીધો, હવે દારૂ તે કયાંથી લાવ્યો, કોણે ભરી આપ્યો, ગાંધીધામમાં કયા આપવાનો હતો, તે સહિતની માહીતીઓ પણ બહાર આવવી જ ઘટે.., જેઠાલમના ફોનના કેાલ ડીટેલ્સ આધારે કેમ ન કરાવા અંતિમ ઘનિષ્ઠ તપાસ?

ગાંધીધામ : આડેસર પોલીસ દ્વારા ગાંધીધામ તરફ આવી રહેલા દારૂના મસમોટા જથ્થાઓ ઉપરાછાપરી ટુંકા સમયમાં પકડી પાડયા છે અને તેથી જાણે કે બુટલેઘર લોબીમાં સહેજ ફફડાટ તો ફેલાયલો જોવાઈ જ રહ્યો છે પરંતુ બીજી તરફ અહી ચર્ચા એ થાય છે કે, દારૂના જથ્થા પકડાય, વાહન સીજ કરી દેવાય, ડ્રાયવર જેવા સાપોલીયા શખ્સો પકડી લેવામા આવે છે પરંતુ દારૂ મોકલનાર કોણ, કયાંથી ભરાવાયો, અને સ્થાનિકે કચ્છમા મંગાવનાર કોણ હતો? તેની માહીતીઓ સત્તાવાર રીતે હજુ સુધી પોલીસ કેમ સમ ખાવા પુરતા કેસમાં પણ બહાર નથી લાવતી? દારૂ કચ્છમાં મંગાવ્યો કોણે હતો તેનો ખુલાસો થાય તો કાર્યવાહી કરનાર પેાલીસતંત્રની સામે શંકાની સોય ઓછી તંકાય અને આવા કેસમાં પુરેપુરો યશ અધિકારીઓને મળી શકે.

ગાંધીધામ એ ડીવિઝન પટ્ટામાં દારૂના અડ્ડાઓ બેફામ :ખાખીના આંખમિચામણાં, અંધારામાં કે, પછી નાકામ?

  • એ ડીવીઝન વિસ્તારમાં સુંદરપુરીનો રહેવાસી પકકડો, મહેશ્વરીનગર આસપાસમાં પચાણ નામનો શખ્સ, રેલવે સ્ટેશનની બાજુમાં મનોજ, હાઈવે-ખોડીયારનગરની આજુબાજુમાં તોયબના દારૂના મોટા પાયે હાટડાઓ ખુલ્યા : મોટી સંખ્યામાં દારૂ પ્યાસીઓની લાગી રહી છે લાઈનો, સબંધિત ખાખધારીઓને કેમ ન હોય ખબર..!
  • એ ડીવીઝન વિસ્તારમાં ખેડોઈથી માલ લાવનારા રઘુ-કુલદીપ છે દારૂ સપ્લાયરની ભૂમિકામાં : આખાય વિસ્તારમાં આ બે શખ્સોથી જ દારૂ ખરીદવાનુ ફેલાયેલ છે નેટવર્ક : કયા ખાખીધારીની છત્રછાયા છે આ રઘુ-કુલદીપ પર..?

ગાધીધામ : પૂર્વ કચ્છમાં ખાસ કરીને હાલમા આડેસર પટ્ટામા ંએક પછી એક અડધા કરોડથી વધુના દારૂના જથ્થાઓ પકડાયા છે તે જથ્થો ગાંધીધામ તરફ લાવવામાં આવતો હોવાની આશંકાઓ સેવાઈ રહી છે. આવા સમયે અંતરંગ વર્તુળોમા થતી ચર્ચાઓ અનુસાર ગાંધીધામ શહેરમાં એ ડીવીઝન વિસ્તારમાં દારૂના અડ્ડાઓ ઠેર ઠેર ફરીથી ધમધમી ઉઠયા છે અને બેફામ બની ગયા છે. ખાખી યા તો આંખમિચામણા કરી છે, અથવા તો પછી આવા ધંધાઓથી અંધારામા જ છે યા તો પછી બુટલેઘરોના અડ્ડાઓને ડામવમાં નાકામ છે..? તેવા પણ સવાલો ઉભા થવા પામી રહ્યા છે
આ અંગે ચર્ચાતી વિગતોની વાત કરીએ તો શહેરના એ ડીવીઝન વિસ્તારમાં સુંદરપુરીનો રહેવાસી પકકડો, મહેશ્વરીનગરમાં પચાણ નામનો શખ્સ, રેલવે સ્ટેશનની બાજુમાં મનોજના દારૂના ધંધા તો વળી હાઈવે પર ખોડીયારનગરમાં તોયબના દારૂના હાટડ્ડાઓ મંડાઈ ગયા છે.જાણકારો દ્વારા કહેવાય છે કે, એ ડીવિઝન વિસ્તારમાં મોટાપાયે દારૂની બદી ફુલીફાલી છે. ભારતનગર કહો કે પછી નાઈન બી કે ગોપાલપુરી અથવા તો શકિતનગર પાસે ગાયત્રીમંદિરની આજુબાજુનો પટ્ટો કેમ ન હોય..અહી ઠેર ઠેર દારૂની બદી વકરી જવા પામી છે અને નાના-મોટા બુટલેગરો સાંગુડીઓની તલપ છુપાવી જ રહ્યા છે. ગાંધીધામ એ ડીવીઝન વિસ્તારમાં દારૂના આટલા હાટડાઓ ચાલુ થઈ ગયા છે તે સૌને સપ્લાયર્સ તરીકેની ભૂમિકામાં ખેડોઈથી માલ લાવનારા રઘુ અને કુલદિપ હોવાનુ કહેવાય છે. હવે સબંધિત ખાખીતંત્ર આવા તમામ પર સકંજો કસે તે સમયની માંગ બની જવા પામી છે.