રાપર આઇ.ટી.આઇ ખાતે વ્યવસાયિક કોર્ષમાં ૩૦મી સુધી પ્રવેશ મેળવી શકાશે

0
14

આઈ.ટી.આઈ રાપર ખાતે ખાલી રહેલા બેઠકો માટે એડમીશન- ૨૦૨૨માં વ્યવસાયિક કોર્ષ (ઇલેક્ટ્રિશિયન, વાયરમેન, ફીટર, વેલ્ડર, આર્મેચર મોટર રીવાઈડીંગ)માં પ્રવેશ મેળવવા માટે ઇચ્છુક ઉમેદવારોએ તા.૩૦/૦૯/૨૦૨૨ પહેલા અત્રેની સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરવા જણાવવામાં આવે છે. તેમજ જે તાલીમાર્થીઓએ અગાઉના રાઉન્ડમાં પ્રવેશ મેળવેલા હોય અને અન્ય ટ્રેડ(ઉપર દર્શાવેલ)માં ખાલી રહેલી બેઠકોમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા હોય તો તેઓ નવીન પ્રવેશ ફોર્મ અને ફી ભરી પ્રવેશ મેળવી શકશે તેવું આચાર્યશ્રી ઔધોગિક તાલીમ સંસ્થા રાપરની અખબાર યાદીમાં જણાવાયું છે.