રાપરમાં સંભવિત વાવાઝોડા અને પ્રિ મોન્સૂનની તૈયારી માટે બેઠક યોજાઈ

રાપર : અહીં મામલતદાર કચેરીના પ્રાંગણમાં આવેલી રાપર એરીયા ડેવલપમેન્ટ ઓથોરિટીના સભાખંડ ખાતે રાપર તાલુકા ના લાયઝન ઓફિસર અને જીલ્લા રજીસ્ટ્રાર ભુજ વી. આર.કપુરીયાના અધ્યક્ષ સ્થાને આગામી દિવસોમાં આવનાર તૌકતે નામના વાવાઝોડાની સામે લોકોને કઈ રીતે બચાવવા તે માટે જિલ્લા કલેકટર પ્રવિણા ડી.કે.ની સુચનાથી બેઠક બોલાવવામાં આવી હતી.બેઠકમા આગામી તૌકતે વાવાઝોડા અંગે લોકોને જાગૃત કરવા, નિચાણવારા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવા તેમજ તેમના માટે રહેવા જમવા સહિતની વ્યવસ્થા કરવા તેમજ હાલ ચાલી રહેલા કોરોનાની મહામારીમા સોશિયલ ડીસ્ટીંગનો અમલ કરવા, માસ્ક તેમજ સેનિટાઇઝર સહિતના મુદા પર ધ્યાન આપવું તેમજ આગામી ચોમાસાને અનુલક્ષીને પ્રિ-મોન્સૂન કામગીરી અંગે પણ મુદ્દા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં નિચાણવારા વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા, ઓગન પર ના દબાણ દુર કરવા તેમજ વરસાદી પાણીના નિકાસ માટે યોગ્ય પગલાં લેવા તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સબંધિત વિભાગના અધિકારીઓને સુચના આપવા આવી હતી. રાપર તાલુકામાં આગામી દિવસોમાં આવનાર તૌકતે વાવાઝોડા અને પ્રિ. મોન્સૂન કામગીરી અંગે બેઠક મળી હતી જેમાં રાપર તાલુકા મામલતદાર એચ.જી. પ્રજાપતિ, ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી ડી.જે. ચાવડા, નાયબ મામલતદાર મહેશ ઠક્કર, નિકુલસિંહ વાધેલા, વસંતભાઈ પરમાર, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી જીગ્નેશ પરમાર, શંકરદાન ગઢવી, ડો. પ્રકાશ કારીયા, એન.વી. અલવાણી, ડેપો મેનેજર વિશાલ ગોહિલ, પ્રતાપ પરમાર, ભરત નાથાણી, ભરતસિંહ વાધેલા, આર. કે. શર્મા, દિનેશ સોલંકી સહિતના આરોગ્ય, પોલીસ, નગરપાલિકા, બાંધકામ,
પાણી પુરવઠા, આંગણવાડી, શિક્ષણ, પીજીવીસીએલ, એસ.ટી, નર્મદા સહિતના આપત્તકાલીન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.