રાપરમાં વિતરણ કરવાના ચાર લાખના સેનેટાઈઝરને પગ આવ્યા…?

રાપર : શહેરમાં ભારતીય જનતા પાર્ટીની સરકારને સાત વર્ષ પૂર્ણ થતા માજી ધારાસભ્ય પંકજ મહેતાએ પોતાના ટ્રસ્ટ મારફતે રાપર શહેરના સાત વોર્ડમાં પરિવાર દીઠ રૂા.ર૯૯ની એક બોટલ એવી બે હજાર બોટલ વિતરણ કરવા માટે રાપર નગરપાલિકાના એક જવાબદાર હોદ્દેદારના પતિને આપી હતી. જ્યારે ભાજપ સરકારના સાત વર્ષ પૂર્ણ થતા તે નિમિત્તે રાપરના સાત વોર્ડના ભાજપના તમામ સદસ્યોને સભ્ય દીઠ રપ બોટલ આપવામાં આવી હતી અને પ૦ બોટલ શહેરની મુખ્ય બજારમાં એટલે કુલ ૪૦૦ જેટલી બોટલ વિતરણ કરવામાં આવી હતી.

ઉપરાંત થોડી ઘણી બોટલ અન્ય પદાધિકારીઓ વિતરણ માટે લઈ ગયા હતા તો ભાજપના સદસ્યો અને પદાધિકારીમાં થતી ચર્ચા મુજબ ૧૪૦૦થી ૧પ૦૦ જેટલી બોટલ કે જે અંદાજે ચાર લાખ જેટલી થાય છે તે બોટલો એક દોઢ નેતાએ પગ કરાવી ગઈ છે. રાપરમાં લોકોને પરિવાર દીઠ એક બોટલ સારી કંપનીનું પાંચ લાખથી વધુ કિંમતનું સેનેટાઝર માજી ધારાસભ્ય પંકજ મહેતાએ વિતરણ કરવા માટે આ મહિલા અધિકારીના પતિને જવાબદારી આપી હતી. જેમાં આ મહાશય સેનેટાઈઝર વિતરણ સમયે પણ પોતાના તરફથી આપવામાં આવ્યું એવો પ્રચાર માધ્યમો સમક્ષ કર્યો હતો. આ ૧૪૦૦ જેટલી સેનેટાઈઝરની બોટલ શહેરના પરિવારજનોને આપવાની જગ્યાએ પોતાના મળતીયા બે ત્રણ સદસ્યો દ્વારા રાપરમાં લગ્ન પ્રસંગે આવેલા મુંબઈગરાને સેનેટાઈઝરની બોટલની લ્હાણી કરી હતી. આમ, માજી ધારાસભ્ય દ્વારા રાપર શહેરમાં વસતા બે હજાર પરિવારોને સારી ક્વોલિટીનું સેનેટાઈઝર આપવાની જગ્યાએ મુંબઈગરાને વિતરણ કરવામાં આવતા રાપર શહેરના લોકોમાં અને નગરપાલિકાના સદસ્યો તેમજ ભાજપના નેતાઓમાં ચર્ચાનો  વિષય ઉદ્દભવ્યો છે. આમ શહેરીજનોને આંબા આમલી બતાવનાર રાપરના આ કહેવાતા નેતાઓના લીધે ભાજપના નેતાઓને નિંચાજાેણું થયું છે.