રાપરના ફતેહગઢ નજીક કેનાલમાં ડૂબી જતા યુવાનનું મોત

કેનાલ નજીક ચાલતા રિપેરિંગ કામ દરમિયાન ડમ્પર ચાલક યુવાન પાણી પીવા ઉતરતા પગ લપસી જવાથી કેનાલમાં ખાબક્યો ઃ ભારે શોધખોળ બાદ હતભાગી યુવાનનો મૃતદેહ મળ્યો 

રાપર ઃ તાલુકાના ફતેહગઢ નજીક નર્મદા કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત નિપજ્યું હતું. કેનાલ નજીક ચાલતા રિપેરિંગ કામ દરમિયાન ડમ્પરમાં ડ્રાઈવિંગ કરતો મૂળ પંજાબનો યુવાન પાણી પીવા માટે કેનાલમાં ઉતર્યો હતો. દરમિયાન પગ લપસી જતા કેનાલમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું.રાપર પોલીસ સૂત્રો મારફતે મળતી વિગતો મુજબ હાલ રાપરના મોવાણામાં રહેતા અને મુળ પંજાબના જગીરસિંઘ કશ્મીરસિંઘ નામના યુવાનનું કેનાલમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. બનાવની પ્રાથમિક હકીકત મુજબ કેનાલ પાસે રિપેરિંગ કામ ચાલુ હતું. હતભાગી યુવાન ડમ્પરમાં ડ્રાઈવિંગ કરતો હતો. કામ ચાલુ હતું તે દરમિયાન મૃતક જગીરસિંઘ પાણી પીવા માટે કેનાલમાં ઉતર્યો હતો. દરમિયાન પગ લસપી જતા કેનાલના ઊંડા પાણીમાં ઘરકાવ કરી જવાથી તેની શોધખોળ હાથ ધરાઈ હતી. જાેકે, હતભાગીનો મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો હતો. બનાવને પગલે રાપર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.