રાપરના પગીવાંઢમાં આધેડને પગમાં બચકું ભરીને ઈજા પહોંચાડાઈ

ઘર પાસે દારૂની ખાલી કોથળીઓ ફેંક્યા બાબતે બીચકેલા બનાવમાં ઘરના નળીયા પર પથ્થર મારો કરી નુકશાન પહોચાડાયું

રાપર ઃ તાલુકાના પગીવાંઢમાં ઘર પાસે દારૂની ખાલી કોથળીઓ ફેંકવામાં આવતા આરોપીને દારૂની કોથળીઓ ઘર પાસે નહીં ફેંકવાનું કહેતા ઉસ્કેરાઈને મારામારી કરી બચકું ભરી લીધું હતું. બનાવને પગલે રાપર પોલીસ મથકે ગુનો  નોંધાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ કાનજીભાઈ ધનજીભાઈ પટેલે આરોપી રામજી નરશી કોલી, રાજુ નરશી કોલી, અને ડકુ તમાચી કોલી વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપીઓ દારૂની ખાલી કોથળીઓ ફરીયાદીના ભાઈના ઘર પાસે ફેંકતા હતા. જે કોથળીઓ ઘર આગળ ફેંકવાની ના પાડતા અનુસંધાન પાના નં.૧૩ પર ઉસ્કેરાયેલા આરોપીઓએ ભૂડી ગાળો આપી, ધકબુશટનો તેમજ ચંપ્પલ વડે માર મારીને આરોપી રાજુએ ફરિયાદીના પગમાં ઘુટણના ભાગે બચકુ ભરીને ઈજાઓ પહોંચાડી હતી. તેમજ ફરિયાદીના ઘરના નળીયા ઉપર પથ્થરના છુટા ઘા કરી નુકશાન પહોંચાડ્યું હતું. બનાવને પગલે રાપર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.