રાજ્યમાં ૧પપ કેળવણી નિરીક્ષકોને તાલુકા પ્રા. શિક્ષણાધિકારી તરીકે બઢતી

કચ્છના પાંચ તાલુકા શિક્ષણાધિકારી નિયુક્ત થયા : બે સ્થાનિકના જ અને ૩ બનાસકાંઠાથી બઢતી – બદલી સાથે આવ્યા

ભુજ : રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના દ્વારા મદદનીશ કેળવણી નિરીક્ષક વર્ગ-૩ માં ફરજ બજાવતા ૧પપ કર્મીઓને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકેની બઢતી આપવામાં આવી છે, જેમાં કચ્છના પાંચ તાલુકાઓમાં શિક્ષણાધિકારી નિમાયા છે, જે પૈકી રને સ્થાનિકેથી બઢતી મળી છે. જ્યારે ૩ બનાસકાંઠાથી બઢતી થઈને કચ્છમાં આવ્યા છે. રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા જારી કરાયેલા હુકમમાં વર્ગ-૩ના કર્મીઓને વર્ગ-રમાં બઢતી સાથે બદલી કરાયા છે, જેમાં ૧પપ મદદનીશ કેળવણી નિરીક્ષકને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે બઢતી અપાઈ છે. આ બદલી બઢતીમાં કચ્છમાં જ ફરજ બજાવતા કમલેશભાઈ ભોજાભાઈ ખટારિયાને માંડવીના અને જીવણભાઈ જારીયાને નખત્રાણાના તાલુકા શિક્ષણાધિકારી બનાવાયા છે. આ ઉપરાંત બનાસકાંઠાથી બઢતી સાથે બદલી પામીને કચ્છ આવેલા ભગવાનભાઈ નાગજી ગુર્જરને ભચાઉ, કમલેશભાઈ મેઘરાજ રબારીને રાપર અને જયંતિભાઈ મોહનભાઈ પટેલને ભુજના ટીપીઈઓ તરીકે નિમણૂંક અપાઈ છે. સરકાર દ્વારા અપાયેલી બઢતી હંગામી ધોરણે વધારાના પે ગ્રેડ સાથે અપાઈ છે.