રાજ્યમાં વેક્સિનેશન ચાલી રહ્યું છે, લૉકડાઉનની જરૂર નથીઃ તેલંગાણાના મુખ્યપ્રધાન

(જી.એન.એસ)હૈદરાબાદ,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી તેલંગાણાના મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવ સાથે વાતચીત કરી હતી. વડાપ્રધાને મુખ્યપ્રધાનને પૂછ્યું હતું કે, રાજ્યમાં કોરોના અંગે કેવી તૈયારી છે. આ અંગે મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, રાજ્યમાં વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે. આ સાથે જ રાજ્યમાં લૉકડાઉનની જરૂર નથી.તેલંગાણાના મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવ કોરોના સંક્રમિત થતા લગભગ ૨૦ દિવસ પછી ગુરુવારે પ્રગતિ ભવન પહોંચ્યા હતા. આ સાથે જ તેમણે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે કોરોનાને કાબૂમાં કરવાના ઉપાય અને વેક્સિનેશન અંગે ચર્ચા કરી હતી. આ દરમિયાન મુખ્ય સચિવ સોમેશ કુમાર, મેડિકલ અને આરોગ્ય સચિવ રિઝવી સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત હતા.મુખ્યપ્રધાન દ્ભઝ્રઇએ રાજ્યમાં લૉકડાઉન લગાવવા અંગે પોતાનો વિચાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, તેલંગાણામાં લૉકડાઉન નહીં થાય. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, જે રાજ્યોમાં સંપૂર્ણ પ્રતિબંધ લાગુ છે. ત્યાં કોરોનાના કેસ ઓછા નથી થઈ રહ્યા. આ સાથે જ લૉકડાઉન લગાવવાથી અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચશે.