રાજ્યમાં વધતા કોરોના પ્રકોપ વચ્ચે ય્ઁજીઝ્રની કેટલીક પરીક્ષાઓ પાછળ ઠેલાઈ

(જી.એન.એસ.)ગાંધીનગર,રાજ્યમાં કોરોના સંક્રમણ વધતાં હવે તેની અસર સરકારી નોકરીઓની ભરતી ઉપર પડી રહી છે. ફરી એકવાર જીપીએસસી દ્વારા એપ્રિલ મહિનામાં લેવાનારી પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એપ્રિલમાં લેવાનારી પરીક્ષાની તારીખ બદલવામાં આવી છે. પરિક્ષેત્ર વન અધિકારીની પરીક્ષા ૧૮ એપ્રિલે, નાયબ સેક્શન અધિકારીની પરીક્ષા ૯ મેના રોજ અને ના.મામલતદારની પરીક્ષા ૯ મેના રોજ લેવામાં આવશે.આ ઉપરાંત સિક્યુરીટી સુપરવાઈઝરની પરીક્ષા ૨૩ મેના રોજ યોજાશે. મદદનીશ ઈજનેરની પરીક્ષાઓ ૬ જુનના રોજ લેવાશે. કુલ મળી ૧૦ પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો છે.