રાજ્યમંત્રીશ્રી વરસામેડી કોમ્યુનિટી કોવીડ કેર સેન્ટર અને મેઘપર(બોરિચી) પીએચસી ની મુલાકાતે

કોવિડના દર્દીઓ માટેની વ્યવસ્થાનું મંત્રીશ્રીએ જાત નિરીક્ષણ કર્યું

અંજાર તાલુકાના વરસામેડી  ખાતે શરૂ કરાયેલા કૉમ્યુનિટી કોવિડ કેર સેન્ટરની સામાજિક તેમજ શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઈ આહિરે તલસ્પર્શી મુલાકાત લીધી હતી અને કોરોનાનાં દર્દીઓ માટે  જરૂરી વ્યવસ્થા અંગે તાગ મેળવી અંજાર ટી. ડી. ઓ.શ્રી આર. ડી.વ્યાસને જરુરી સૂચનો કર્યા હતા તથા રાજ્યમંત્રીશ્રીએ વરસામેડી સબ-સેન્ટરની પણ મુલાકાત લીધી હતી. આ ઉપરાંત તેમણે મેઘપર(બોરીચી) પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી જ્યાં તેમણે જરૂરી તમામ વ્યવસ્થા અંગે જાત નિરીક્ષણ કર્યું હતું. ત્યાં સ્ટાફ સાથે વાતચીત કરીને તેમની કામગીરીને બિરદાવીને પ્રોત્સાહીત પણ કર્યા હતા. આ બંન્ને મુલાકાત દરમિયાન કચ્છ જિલ્લાપંચાયતના પ્રમુખશ્રી પારૂલબેન કારા, જિલ્લા પંચાયતનાં સભ્યશ્રી મ્યાજરભાઈઆહિર,જિલ્લા પંચાયતનાં દંડકશ્રી મશરૂભાઈ આહિર, અંજાર ટીડીઓ શ્રી આર.ડી.વ્યાસ,અંજાર ટીએચઓશ્રી અંજારિયા, અગ્રણી શ્રી કાનજીભાઈ  તથા વરસામેડી ખાતે સરપંચશ્રી રૂપાભાઈ રબારી, તલાટીશ્રી મોતીભાઈ આહિર અને મેઘપર(બોરિચી)  પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ત્યાંના ઈનચાર્જ સુપરવાઈઝર  મિત જોશી, એમપીએચડબલ્યુ સંજય પરમાર, જયેશ સોલંકી તેમજ અન્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.