રાજ્યમંત્રીએ રાપર તાલુકાના પલાસવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી

રાજ્યમંત્રીશ્રી વાસણભાઈ આહિરે રાપર તાલુકાના પલાસવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. કોરોના ની પ્રવર્તમાન સ્થિતિ અંગે ગ્રામ આગેવાનો અને આરોગ્ય કર્મીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી. તેમજ તેના નિયંત્રણ માટે જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા સંબંધીત અધિકારીઓને સુચના આપી હતી.સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની જાત માહિતી મેળવી વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી હતી .જેમાં મંત્રીશ્રી સાથે નાયબ કલેકટર શ્રી પ્રતાપસિંહ જાડેજા, તાલુકા આરોગ્ય અધિકારી શ્રી મોતીલાલ રાય અને મેડીકલ ઓફિસરશ્રી ડો.રામ શુભગ તેમજ તેમના સ્ટાફ સાથે બેઠક યોજી વિગતે માહિતી મેળવી હતી. મંત્રીશ્રીએ  કોરોના ની પ્રવર્તમાન સ્થિતિમાં આરોગ્યલક્ષી પ્રશ્નો અને જરૂરિયાત બાબતે પૂછપરછ પણ કરી હતી. આ તકે સરપંચશ્રી અને ગામ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.