રાજ્યના 22 બિન હથિયારી પોલીસ સબ ઈન્સપેક્ટરની બદલી

પૂર્વ કચ્છના 2 પીએસઆઈની પશ્ચિમ રેલવે અમદાવાદ અને મહિસાગર બદલી

ભુજ : રાજ્યમાં બિન હથિયારી પોલીસ સબ ઈન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા 22 પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા ડી.જી આશિષ ભાટીયા દ્વારા બદલીનો હુકમ કરાયો છે. જેમાં પૂર્વ કચ્છના 2 પીએસઆઈની પશ્ચિમ રેલવે અમદાવાદ અને મહિસાગર બદલી કરાઈ છે.

રાજ્યના પોલીસ વડા ડી.જી આશિષ ભાટીયા દ્વારા બદલીના કરાયેલા હુકમમાં 22 બિન હથિયારી પોલીસ સબ ઈન્સપેક્ટરની જાહેર હિત અને પદરના ખર્ચે બદલી કરવામાં આવી છે. જેમા પૂર્વ કચ્છના બે પીએસઆઈનો પણ સમાવેશ થાય છે. પૂર્વ કચ્છમાં ફરજ બજાવતા પી.એસ.આઈ જે.એચ ગઢવીની પશ્ચિમ રેલવે અમદાવાદ અને મહિલા પી.એસ.આઈ હિનાબેન રણછોડભાઈ વાધેલાની મહિસાગર બદલી કરાઈ છે.