રાજુલાના દીપડ્યા ગામે બાઇક-કાર વચ્ચે અકસ્માતઃ ૧નું મોત, ત્રણ ઘાયલ

(જી.એન.એસ)અમરેલી,અમરેલી જિલ્લામા અકસ્માત ની ઘટના વધી રહી હોય તેમ દરરોજ નાના મોટા અકસ્માતના બનાવ બની રહ્યા છે. આજે રાજુલા વિજપડી રોડ પર દીપડયા ગામ નજીક સ્વીફ્ટ કાર અને પલસર બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા ૪ થી વધુ લોકો ને ઇજા થઈ હતી. પ્રથમ ૧૦૮ મારફતે રાજુલા હોસ્પિટલમા ખસેડાયા અને ત્યાર બાદ વધુ ગંભીર જણાતા મહુવા હોસ્પિટલમા ખસેડાયા હતા જેમા ધરતીબેન મનસુખભાઈ રહેવાસી અમૃતવેલ તાલુકો મહુવા ઉંમર ૧૭ નું મહુવા હોસ્પિટલમા મોત થયુ છે.અકસ્માતનો અન્ય એક બનાવ રાજુલાના ધુડીયા આગરીયા નજીક ૨ સામે સામે ટ્રકો પુરપાટ ઝડપે આવતા હતા અને મોરે મોરા મા અથડાતા અકસ્માત સર્જાયો હતો. બાદમાં આ બંને ટ્રક વચ્ચે અકસ્માત ની ઘટના વચ્ચે ત્રીજો ટ્રક પાછળ થી ઘુસી ગયો હતો. જોકે આ ઘટના મા પ્રથમ ટ્રક ચાલક ને સામાન્ય ઇજા થવા પામી છે પરંતુ ટ્રકો મા ભારે નુકસાન આવ્યુ હોવાનુ સામે આવ્યુ છે.