રાજયમંત્રીની હાજરીમાં અધિકારીઓ અને જન પ્રતિનિધિઓની બેઠક

image description

કચ્છ જિલ્લામાં કોરોના વાયરસની પરિસ્થિતિ અંકુશ બહાર ગઈ છે. પહેલા માત્ર રેપીડ ટેસ્ટ કીટની અછત, રેમડેસિવીર ઈન્જેક્શનની ફરિયાદો હતી. હવે તો ઓક્સિજનના સિલીન્ડર નથી મળતા કે પથારી પણ નથી મળતી. લોકોમાં તંત્ર અને સરકાર પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે ત્યારે આરોગ્ય સેવાઓને સુદ્રઢ બનાવવા માટે આજ સવારથી બેઠકો યોજાઈ રહી છે ત્યારે બપોરે કલેકટક કચેરીના કોન્ફરન્સ હોલમાં કોરોના સંદર્ભે મિટીંગ યોજાઈ હતી, જેમાં રાજયમંત્રી વાસણભાઈ આહિર, સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, ધારાસભ્ય નિમાબેન આચાર્ય, પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા પ્રભારી જે. પી. ગુપ્તા, ડીડીઓ ભવ્ય વર્મા, આસી. કલેકટર મનીષ ગુરવાની, અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલા, એસપી સૌરભસિંગ, આરોગ્ય અધિકારી ડો. જે. ઓ. માઢક, ડો. કશ્યપ બુચ, ડો. નરેન્દ્ર હિરાણી, ડો. જીજ્ઞાબેન દવે, ડો. શાર્દુલ, અનિરૂદ્ધ દવે, શૈલેન્દ્રસિંહ જાડેજા સહિતના હાજર રહ્યા હતા.