રાજયના મુખ્યપ્રધાન ખુદ ચિંતિત..પણ સ્થાનિક રાજકારણીઓ તદન લાપરવાહ..!

ભુજાેડી ઓવરબ્રીજની અસહ્ય ટ્રાફિક જામ પીડા : ડાયવર્ઝન કેમ નહીં? આર એન્ડ બી કરે લાલઆંખ : ઠેકેદારના બરાબરના આમળે કાન..!

એક દાયકાથી મંથર ગતિએ ચાલતા કામથી છાશવારે સર્જાતા ટ્રાફિક જામની પીડા હવે બની રહી છે અસહ્ય, ન તો કામ ઝડપી આટોપાઈ રહ્યુંં છે કે ન તો ટ્રાફિક જામની રોજ-બરોજની સમસ્યાથી મળી રહ્યો છે છુટકારો છ સ્થાનિક ઝભ્ભાલેંગાવાળાઓ, અધિકારીઓના પેટનું જરા સહેજ પણ નથી હાલતંુ પાણી, આમપ્રજાજનો થઈ ગયા છે ત્રાહીમામ..ત્રાહીમામ..! છ ભુજાેડી ઓવર બ્રીજ પાસે ટ્રાફિક સમસ્યાનો નિવેડો લાવવા ડાયવર્ઝન કાઢવાની ઉઠતી માંગ પણ સંદતર કરાઈ રહી છે નજરઅંદાજ

બે દિવસ સુધી સતત ટ્રાફિક જામ થતા વાહન ચાલકો પરેશાન છ કોઈ રસ્તા કે પુલનું કામ થાય તો નિયમ મુજબ ડાયવર્ઝન કાઢવાનો હોય છે તો ભુજાેડી પુલ ઉપર સરકારી નિયમનો કેમ પાલન નથી થતો..? અવાર – નવાર ટ્રાફીક જામના કારણે એબ્યુલન્સ સહિત વાહનો ફસાઈ જાય છે

ભુજ : છેલ્લા ઘણા વર્ષોથી બનતા ભુજાેડી ઓવર બ્રીજ પર અવાર-નવાર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાય છે. ત્યારે આ ભુજાેડી બ્રીજ ક્યારે બનશે તેની રાહ કચ્છીઓ ઘણા વર્ષોથી જાેઈ રહ્યા છે. બ્રીજની કામગીરી માટે એક કંપનીથી બીજી કંપનીને સોપાતા કામ હજુ સુધી પૂર્ણ ન થતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. કલાકો સુધી વાહનોની લાંબી કતારો લાગેલી હોય છે.

આ સમસ્યા હવે માથાના દુઃખાવા સમાન બની ગઈ છે. ભુજાેડી ઓવર બ્રીજના કામ પૂર્ણ કરવાની અવધીમાં બે વખત વધારો કરાયો છે. જાેકે, હાલની સ્થિતિએ કામ ચાલી રહ્યું છે. નિયત કરાયેલા સમયમાં આ કામ પૂર્ણ થઈ શકે તેવું જણાતુ નથી. કોન્ટ્રાક્ટરે ડાયવર્ઝન ન કાઢતા લોકોને કલાકો સુધી લાગતી વાહનોની કતારોમાં ઊભવું પડે છે. સરકાર દ્વારા કોઈ પણ વર્ગનું ટેન્ડર બહાર પડાય ત્યારે તેની વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે તેને ટેન્ડરમાં ડાયવર્ઝન માટેની શરત મુકાતી હોય છે. જાેકે, આ કિસ્સામાં કોન્ટ્રાક્ટર દ્વારા હજુ સુધી ડાયવર્ઝન કાઢવામાં આવ્યું નથી. જેના કારણે ટ્રાફિક સમસ્યા રોજિંદી બની ગઈ છે.

આ સમસ્યા મુદ્દે હજુ સુધી પ્રજાકિય પ્રતિનિધિઓ ખુલ્લીને આગળ આવ્યા નથી. હાલ કોરોનાની પરિસ્થિતિ ચાલી રહી છે. તેવામાં ઘણા દર્દીઓને એમ્બ્યુલન્સને પણ આ ટ્રાફિક જામમાં ફસાવવું પડે છે. જેના લીધે સમયસર દર્દી હોસ્પિટલ પહોંચી શકતો નથી ત્યારે આ ઓવર બ્રીજનું કામ સત્વરે પૂર્ણ કરી લોકો માટે ખુલ્લું મુકવા માંગ ઉઠી રહી છે. તેમજ બ્રિજના કામ વખતે ટ્રાફીકને ધ્યાને લઈ ડાયવર્ઝનની જાેગવાઈ હોય છે, પરંતુ આટલા વર્ષોથી બ્રિજનું કામ ચાલી રહ્યું છે, છતાં આ જ દિવસ સુધી કોન્ટ્રાકટર દ્વારા ડાયવર્ઝન કાઢવાની પણ તસદી લેવાઈ નથી. ત્યારે કોન્ટ્રાકટરે ડાયવર્ઝન કાઢવું જાેઈએ તેવી માંગ ભુજ ડેવલોપમેન્ટ કાઉન્સિલ વતી અવનિશ જે. ઠક્કરે ભુજના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક એન્જિનીયરને પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું.