રાજકોટ મનપાની બેઠક ઉગ્ર બનીઃ કોંગ્રેસના કોર્પોરેટર માસ્ક પહેરીને સ્ટીકર લગાવી આવ્યા

રાજકોટ,તા.૧૯ રાજકોટમાં મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક કરવામાં આવી હતી. રાજ્ય કોરોના સંકટથી પસાર થઈ રહ્યો છે, કેસ ઓછા થઈ રહ્યા છે પરંતુ ઘાત હજુ ટળી નથી. ત્યારે બેઠકમાં ભાજપ અને કોંગ્રેસ સામસામે આવી હતી તથા ભારે હોબાળો બેઠકમાં જોવા મળ્યો હતો. પાણી વ્યવસ્થાને લઈને કોંગ્રેસના સભ્યોએ સવાલો ઉઠાવ્યા અને ભારે હોબાળો મચાવ્યો. વશરામ સાગઠિયાએ બેઠકમાં આંગળી ચીંધતા મામલો બીચકાયો હતો અને હોબાળો જોવાઆ મળ્યો. કોંગ્રેસના કોર્પોરેટરો આ બેઠકમાં માસ્ક તથા સ્ટીકર પહેરીને પહોંચ્યા હતા અને મોતના સાચા આંકડા આપવા માટે માંગ કરી હતી. મોતના સાચા આંકડા આપો એવા લખાણ સાથેના સ્ટીકર સાથે કોંગ્રેસના કોર્પોરેટરો પહોંચ્યા હતા. કોર્પોરેટરોએ ’નેતાઓ ક્યાં હતા’, ’મોતના સાચા આંકડા આપો’ જેવા સ્ટીકર લગાવ્યા હતા. કોંગ્રેસે કહ્યું કે રાજકોટની સ્થાપના થઈ લગભગ ત્યારથી જ રાજકોટની મહાપાલિકામાં ભાજપનું શાસન છે છતાં માત્ર કામની વાતો જ કરે છે. રાજકોટમાં પાણીનો પ્રશ્ન ઊભો થાય ત્યારે કોંગ્રેસે જ અમે જ કામ કર્યા છે. દરેક જગ્યાએ શાસક પક્ષના કાન આમોળવા માટે વિરોધ પક્ષ હોવો જોઈએ.