રાજકોટમાં મોડી રાત્રે હોટલમાં આગ લાગતા દોડધામ મચી

(જી.એન.એસ.)રાજકોટ,રાજકોટમાં મોડી રાત્રે રિલાયન્સના પેટ્રોલ પંપની બાજુમાં આવેલી હોટલમાં લાગી હતી. ખૂબ જ ભયંકર રીતે આ આગ હોટલમાં ફેલાઈ ગઈ હતી. એની ફાયરબ્રિગેડને જાણ થતાં ૬ ફાયર ફાયટરોનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ૩ કલાકની જેહમત બાદ આગ પર કાબૂ મળવાયો હતો. આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ હોટલને ખૂબ જ નુકસાન થયું છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં સ્પાર્ક થયાનું જોવા મળે છે.રાજકોટના લીમડા ચોક નજીક આવેલી હોટેલ સિલ્વર સેન્ડમાં શોર્ટસર્કિટ થવાથી મોડી રાત્રે ૨.૩૦ વાગ્યે અચાનક આગ લાગી હતી. આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જોકે સદનસીબે એ જ સમયે પોલીસની પેટ્રોલિંગ વેન ત્યાંથી પસાર થતાં પોલીસ જવાને તરત ફાયર વિભાગ અને પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી. ફાયર વિભાગે તરત આવી સતત પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યુ હતું. આગ લાગ્યા સમયે હોટલની અંદર ૫ જેટલા લોકો પણ ફસાયા હતા, જેમને રેસ્ક્યૂ કરી બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે ૩ લોકોને નાની-મોટી ઇજા એટલે કે સામાન્ય દાઝ્યા હતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ સમયે ૧૦ જેટલા ફાયર ફાઇટરની મદદથી સતત પાણીનો મારો ચલાવી ૩ કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. હોટલની બાજુમાં જ પેટ્રોલ પંપ પણ આવેલું છે, માટે મોટી દુર્ઘટના થતા ટળી છે, જેમાં મોટી દુર્ઘટના અટકાવવા ફાયરની સાથે સાથે ૧૦૮ એમ્બ્યુલન્સ, પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને ઁય્ફઝ્રન્નો સ્ટાફ પણ તરત સ્થળ પર પહોંચી આસપાસનો વીજપુરવઠો બંધ કરી દીધો હતો. હાલ આગ લાગવાને પગલે હોટલમાં ખૂબ મોટું નુકસાન થવા પામ્યું છે, જેમાં શોર્ટસર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે.