રાજકોટમાં કોરોના બ્લાસ્ટઃ આકાશવાણી કેન્દ્રમાં ૫ અધિકારીઓના પરિવાર સહિત ૧૮ પોઝિટિવ

ફેમિલી કોર્ટને ૧૦ દિવસ માટે બંધ કરાઇ

(જી.એન.એસ.)રાજકોટ,દેશમાં કોરોનાને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે આજના દિવસે કોરોના જાણે રાજકોટવાસીઓ માટે કહેર બનીને આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. રાજકોટના હાર્દ સમા વિસ્તાર રેસકોર્સ રિંગરોડ પર ઓલ ઇન્ડિયા રેડિયો સર્વિસ (આકાશવાણી કેન્દ્ર) રાજકોટ ખાતેના પાંચ અધિકારીઓ એક પછી એક કોરોના સંક્રમિત થયા છે. એટલું જ નહીં આ તમામ અધિકારીઓના ૧૩ પરિવારજનો પણ કોરોના સંક્રમિત થયા છે.આ ઘટનાની જાણ થતા જ આકાશવાણી જાણે ભૂકંપ આવ્યો હોય તેવું વાતાવરણ સર્જાયું છે. તંત્ર દ્વારા હવે કચેરીના સ્ટાફની પણ ટેસ્ટિંગ કરવામાં આવશે એવું મહાનગરપાલિકાના નાયબ અધિકારી ડોક્ટર પીપી રાઠોડે જણાવ્યું હતું.આ ઉપરાંત શહેરમાં બે જજ સહિત કોર્ટના ૧૧ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે, જેને પગલે બાર એસોસિએશનના પ્રમુખે કોર્ટની કાર્યવાહી સ્થગિત કરવાની કરવાની માંગ કરતા ફેમિલી કોર્ટને ૧૦ દિવસ માટે બંધ કરવામાં આવી છે. આ ઉપરાંત કોર્ટમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે તમામ કોર્ટની કાર્યવાહી આગામી ૧લી એપ્રિલ સુધી સ્થગિત કરવા ડિસ્ટ્રિક્ટ જજ દેસાઈને રજૂઆત કરવામાં આવી છે. શહેરમાં કોરોના બેકાબુ બનતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે.રાજકોટની નેગોશિયેબલ કોર્ટમાં કોર્ટમાં જજ તરીકે સેવા આપી રહેલા મહિલા જજ વસવેલીયા સહિત તેમના સ્થાપના ૬ કર્મચારીઓને પણ પૂરો ના થયા હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ બે-ત્રણ દિવસ પહેલાં રાજકોટની ફેમિલી કોર્ટના સ્ટાફને પણ કોરોના થયો હતો જેથી ફેમિલી કોર્ટ ૩૧ માર્ચ સુધી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.૨ાજકોટમાં કો૨ોનાથી મોતની સંખ્યામાં આજે વધુ ૨ વ્યક્તિનો ઉમે૨ો થયો છે. ગઈકાલે પાંચ વ્યક્તિનું મોત નિપજયું હતું જયા૨ે આજે મોતની સંખ્યા ઘટીને ૨ થઈ છે. કોવીડ મૃત્યુ અંગે સ૨કા૨ે નિમેલી સ૨કા૨ી ડેથ ઓડીટ કમિટીના ૨ીપોર્ટ મુજબ ગઈકાલે ૫ વ્યક્તિના મૃત્યુ થયા હતાં તેમાંથી એક વ્યક્તિનું મોત કો૨ોનાથી થયું હોવાનું જાહે૨ ર્ક્યું છે.બપોરે ૧૨ વાગ્યા સુધીમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો ૫૫, આજ સુધીના પોઝિટિવ કેસ ૧૭,૮૯૫, આજ સુધીમાં ડિસ્ચાર્જ ૧૭,૧૫૦ જ્યારે આજ સુધીમાં રિકવરી રેટ ૯૬.૧૩ ટકા અને આજ સુધીમાં કુલ ટેસ્ટ ૬,૪૩,૪૧૪ થયા છે. પોઝિટિવિટી રેટ ૨.૭૭ ટકા થયો છે.