રાજકોટમાં કોરોના અનસ્ટોપેબલઃ ૨૪ કલાકમાં ૯ પોઝિટિવ દર્દીના મોત

(જી.એન.એસ.)રાજકોટ,રાજકોટમાં પ્રતિબંધિત હોળી-ધૂળેટી પૂર્ણ થયા બાદ કોરોના વકર્યો છે. દરરોજ ૧૦થી ૧૫ પોઝીટીવ કેસ આવતા હતા. તેની જગ્યાએ રોજ ૧૫૦થી ૨૦૦ કેસ આવવા લાગતા મનપા તેમજ આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટીંગ અને રસીકરણની કામગીરી વધુ તેજ બનાવી છે. રાજકોટમાં આજે બપોર સુધીમાં ૮૦ કેસ નોંધાયા છે જયારે કોરોનાથી ૯ દર્દીના મોત નિપજ્યા છે. જોકે, આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે. કોરોના કેસની સાથોસાથ આજે રાજકોટમાં મોતમાં પણ વિસ્ફોટ થયો છે. આથી આરોગ્ય વિભાગ દોડતું થયું છે. આ સાથે કુલ કેસની સંખ્યા ૧૯૦૦૧ ને પર થઈ ગઈ છે. રાજકોટમાં લોકોની સાથે કોરોનાના સકંજામાં હવે ફ્રન્ટલાઈન વોરિયર્સ પણ સંક્રમિત થઈ રહ્યા છે.હાલ જમીન સંપાદન કચેરીના નાયબ મામલતદાર હિમાંશુ રાવલ અને ધોરાજીના નાયબ મામલતદાર વત્સલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નાયબ મામલતદાર હિમાંશુ રાવલ આવતીકાલે નિવૃત થાય તે પહેલાં જ તેઓ કોરોનાની ઝપટે ચડ્યા છે. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કચેરીમાં કામકાજ બંધ રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આજ સુધીમાં મહેસુલ વિભાગમાં અંદાજિત ૪૦ કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. આ ઉપરાંત રાજકોટ આર્યુવૈદિક હોસ્પિટલના ર્ૐંડ્ઢ અને જાણીતા વૈધરાજ ડો.જયેશ પરમાર પણ તેમના પુત્ર અને પુત્રીનો સાથે કોરોના સંક્રમિત થયા છે. હાલ તેઓ પરિવારજનો સાથે હોમ ક્વોરન્ટાઇન થયા છે.રાજકોટમાં સામાન્ય જનતાની સાથે કોરોનાના સકંજામાં હવે રાજકીય આગેવાનો પણ સંક્રમિત થઈ રહ્યા છે. હજુ થોડા દિવસ પહેલા રાજ્યસભાના સાંસદ સ્વ. અભય ભારદ્વાજના પુત્રી અમૃતા તથા નીતિનભાઇના પત્નિ વંદનાબેન અને મોટા પુત્ર નિયંતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી તેઓ હોમ આઇસોલેટ થયા હતા. આ ઉપરાંત મનપાના પૂર્વ વિરોધપક્ષ નેતા વશરામ સાગઠિયા કોરોના સંક્રમિત થતા તેઓ હાલ હોમ આઇસોલેટ થયા હતા. આ ઉપરાંત મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડ કોરોના સંક્રમિત થતા હોમ ક્વોરન્ટાઇન થયા છે.