રાજકોટમાં આરએમસીના ડમ્પરની ટક્કરે એક્ટિવા ચાલકનું મોત નિપજ્યું

(જી.એન.એસ.)રાજકોટ,રાજકોટમાં ડમ્પર અને એક્ટિવા વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક્ટિવા ચાલકનું મોત નીપજ્યું છે. ત્યારે અકસ્માત સર્જાતા આસપાસના લોકો એકત્રિત થયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. રાજકોટ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.રાજકોટના ૮૦ ફૂટ રોડ પર આરએમસીના ડમ્પરે એક્ટિવા ચાલક વૃદ્ધને ઠોકર મારી હતી. રાજોકટના મોહનભાઈ સરવૈયા હોલ નજીક ડમ્પરે એક્ટિવા ચાલકને ઠોકર લાગતા ૬૫ વર્ષીય ભીમભાઈ આહીરનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જો કે, એક્ટિવાને ઠોકર મારતા ઘટના સ્થળે લોકોના ટોળા અકત્રિત થયા હતા. ત્યારબાદ એકત્રિત થયેલા લોકોએ અકસ્માતની પોલીસને ઘટનાની જાણ કરી હતી. પોલીસને જાણ થતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો અને રાજકોટ પોલીસે તપાસ હાથ ધરી હતી.