રાજકોટના ડીસીપી સહિત ૬૮ પોલીસ કર્મી સંક્રમિત

(જી.એન.એસ) રાજકોટ,રાજકોટમાં ક્રોરોનાના અજગર ભરડામાં હવે સુરક્ષાકર્મીઓ પણ સપડાઈ ગયા છે. આજે રાજકોટ શહેર પોલીસમાં DCP ઝોન ૨ તરીકે ફરજ બજાવતા મનોહરસિંહ જાડેજા સહિત કુલ ૬૮ અધિકારી-કર્મચારીઓ કોરોના સંક્રમિત થતાં પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. આ ઉપરાંત કલેક્ટરના PA જિતેન્દ્ર કોટક પરિવાર સહિત અને મહેકમના કારકુન બકોતર કોરોનાગ્રસ્ત થતાં કલેક્ટર કચેરીમાં ફફડાટ મચી જવા પામ્યો છે. હાલ તમામને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. પોઝિટિવ તમામ પોલીસ કર્મચારીઓએ વેક્સિન લીધી હોવાથી સામાન્ય લક્ષણો છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, વેક્સિનથી પોલીસ સુરક્ષિત છે.