રાજકોટઃ જ્વેલર્સમાં થયેલી ૮૫ લાખની લૂંટ મામલે વધુ બે આરોપીઓની ધરપકડ

(જી.એન.એસ)રાજકોટ,રાજકોટ શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલી શિવ જ્વેલર્સમાં ૮૫ લાખ રૂપિયાના કિંમતના સોના ચાંદી અને રોકડની લૂંટ થવા પામી હતી. જે અંતર્ગત રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીના તેમજ દેશી બનાવટના તમંચા સહિત કુલ ૧૩,૦૪,૮૫૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર ગઢવીએ જણાવ્યું હતું કે, ક્રાઈમ બ્રાન્ચ દ્વારા લૂંટના ગુનામાં પકડવાના બાકી બંને આરોપી સતીશ અને ઇસુવ ઉર્ફે ટલ્લે ઉર્ફે યુસુફની ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓને ઉત્તરપ્રદેશના આગ્રાના જગનેર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા છે. લૂંટનો પ્લાન અવિનાશ ઉર્ફે ફૌજી અને સતીશ સાથે મળીને કરતા હતા. લૂંટ કઈ જગ્યાએ કરવી કેવી રીતે કરવી કોણે કોણે લૂંટ કરવા અંદર જવું. લૂંટ દરમિયાન બહાર કોણ રહેશે કઈ જગ્યાએ રહેશે તે તમામ બાબતોનું પ્લાનિંગ અશ્વિન અને સતીશ કરતા હતા.રાજકોટની સિવિલ જ્વેલર્સની લૂંટમાં અવિનાશ ઉર્ફે ફોજીને એક્સિડન્ટમાં હાથમાં લાગેલું હોવાથી તે લૂંટ કરવા જ્વેલર્સની અંદર જઈ શકે તેમ નહોતો. જેથી શુભમ દ્વારા બહુ જ દબાણ કરાતાં સતીશ લૂંટ કરવા અંદર જવું પડ્યું હતું. આરોપી સતીશ મધ્યપ્રદેશના મુરૈના ગામનો વતની છે. મધ્યપ્રદેશનો મુરૈના અને ભિંડ બંને જિલ્લાનો વિસ્તાર વર્ષોથી ગુનાખોરી ડાકુ લુંટારાનો ચંબલ ઘાટીનો કુખ્યાત વિસ્તાર છે. આ બંને જિલ્લા બંદૂક રીવોલ્વર પીસ્તોલ વગેરે બનાવવા તથા વેચવા માટે વર્ષોથી કુખ્યાત છે લૂંટમાં આરોપી સતીશ ના ભાગમાં આવતા સોના ચાંદીના દાગીના આરોપી યુસુફ ને આપતો. જે મુદ્દામાલ અન્ય વેપારી પાસે યુસુફ વેચાવી પોતાનું કમિશ્ન રાખી બાકીના પૈસા સતીશને આપતો હતો. અગાઉ રાજકોટ પોલીસે લૂંટના ગુનામાં ચાર જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. રાજકોટ ક્રાઇમ બ્રાંચે પકડી પાડેલ આરોપી સતીશ ઉપર મધ્યપ્રદેશ પોલીસ દ્વારા ત્રણ હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે કે તેના સહ આરોપી અવનીશ ફોજી ઉપર પણ ત્રણ હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવેલ છે. આરોપી સતીશ વિરુદ્ધ મધ્યપ્રદેશ રાજસ્થાન ગુજરાત સહિતના રાજયોમાં કુલ ૧૪ જેટલા ગુના દાખલ થઇ ચુક્યા છે. જ્યારે કે, છ જેટલા ગુનામાં તે હાલ વોન્ટેડ છે.