રશિયાએ જીવલેણ ઝિર્કોન હાઇપરસોનિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું

0
37

(એ.આર.એલ.)મોસ્કો,રશિયાએ પ્રથમ વખત પરમાણુ સબમરીનથી લોન્ચ કરાયેલી જીવલેણ ઝિર્કોન હાઈપરસોનિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે. પરીક્ષણની સફળતા બાદ રશિયાએ જાતે જ તેની જાહેરાત કરી હતી
મોસ્કોના રક્ષા મંત્રાલયના જણાવ્યા અનુસાર ૬૬૭૦ એમપીએચની શક્તિ ધરાવતી હાઈપરસોનિક મિસાઈલ બેરેન્ટ્‌સ સમુદ્વમાં સફળતાં પૂર્વક એક લક્ષ્યને હિટ કરી હતી. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે મિસાઈલની ઝડપ મેક ૯ કરતાં વધારે છે. અને તે સમગ્ર પશ્ચિમ કમાન્ડને સુરક્ષિત કરવામાં અસરકારક છે. મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા વિડીયો ફૂટેજમાં, આ મિસાઈલને શ્વેત સમુદ્વમાં આવેલી પરમાણું સબમરીન સેવેકોડવિન્સ્કથી પ્રથમ વખત લોન્ચ કરવામાં આવી હતી. તે સમયે સબમરીન સમુદ્વની ઉપરની સપાટી પર હતી.આ મિસાઈલ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની નવી પેઢીના રશિયાન હથિયારો અને ટેકનોલોજીનો ભાગ છે. આ જ કારણ છે કે, રશિયન નેવીએ સેવરોડવિન્સ્ક પરમાણું સબમરીનમાંથી ઝિર્કોન હાઈપર સોનિક મિસાઈલનું પ્રથમ પરીક્ષણ કર્યું. એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મિસાઈલનું બેરેન્ટ્‌સ સમુદ્રમાં શરતી દરિયાઈ લક્ષ્ય પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું.રશિયાની ઝિર્કોન હાઇપરસોનિક મિસાઇલનું સફળ પરીક્ષણ અમેરિકા અને ઉત્તર કોરિયા દ્વારા અદ્યતન મિસાઇલો અને નવા હથિયારોની રેસમાં કરવામાં આવેલા પરીક્ષણોનો જવાબ માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા ઉત્તર કોરિયા અને અમેરિકાએ પોતાના હાઈપરસોનિક હથિયારોનું પરીક્ષણ કર્યું હતું.