રશિયાએ અમેરિકી એનજીઓ બોર્ડ કોલેજ પર પ્રતિબંધ મૂક્યો

(જી.એન.એસ.)મોસ્કો,રશિયાએ અમેરિકી એનજીઓ બાર્ડ કોલેજ પર પ્રતિબંધ લગાવ્યો છે. રશિયાએ આ એનજીઓને ’અનડિઝાયરેબલ’ ગણાવીને આ પ્રતિબંધ લગાવ્યો છે.મોસ્કોના સ્ટેટ પ્રોસેક્યૂટર ઓફિસે સોમવારે જણાવ્યું કે તેમણે અમેરિકાના બીન સરકારી સંગઠન બાર્ડ કોલેજને અનડિઝાયરેબલનું લેબલ આપ્યું છે અને તેના પર પ્રતિબંધ મૂક્યો છે.
રશિયાના વિદેશ મંત્રાલયે આ અગાઉ રશિયા પર અમેરિકાના લગાવવામાં આવેલા પ્રતિબંધો પર પ્રતિક્રિયા આપતા ચાલુ વર્ષે એપ્રિલમાં કહ્યું હતું કે તેઓ એવા યુએસ ફંડ્‌સ અને એનજીઓની એક્ટિવિટી ખતમ કરી દેશે જેમના વિશે તેમને એવું લાગશે કે તેઓ દેશના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યા છે.સ્ટેટ પ્રોસિક્યુટર ઓફિસે કહ્યું કે એજ્યુકેશનલ એનજીઓ બાર્ડ કોલેજની એક્ટિવિટી બંધારણીય વ્યવસ્થા અને રશિયાની સુરક્ષા માટે જોખમ છે. જો કે બીન સરકારી સંગઠન બાર્ડ કોલેજે હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.