રવિના ટંડને કોવિડ દર્દીઓની મદદ માટે ૩૦૦ ઓક્સિજન સિલિન્ડર મોકલ્યા

(જી.એન.એસ)મુંબઈ,કોરોનાની બીજી લહેરમાં દેશમાં ઓક્સિજનની સમસ્યા વચ્ચે રવિના ટંડને પણ મદદ માટે હાથ લંબાવ્યો છે. રવિના અને તેની ટીમ મળીને સતત પોલીસ અને દ્ગર્ય્ંની સાથે કામ કરી રહી છે. તાજેતરમાં તેણે દિલ્હીના લોકોની અપીલ પર રિસ્પોન્સ આપતા ઓક્સિજન સિલિન્ડર મોકલ્યા. કેમ કે, ત્યાં દર્દીઓ પાસેથી સિલિન્ડરની કિંમત વધારે લેવામાં આવી રહી છે અને મજબૂર લોકો ઓક્સિજન સિલિન્ડર લઈ નથી શકતા.રવિના ટંડને સ્વર્ગીય રાજન મિશ્રા માટે મદદ મોકલી હતી, પરંતુ તેમને બચાવી શકાયા નહીં. એક ઈન્ટરવ્યુમાં રવિનાએ જણાવ્યું કે, આ ખરેખર દુઃખદ છે કે તેમની પાસે સમગ્ર દેશમાં ઓક્સિજન માટે રિક્વેસ્ટ આવે છે અને તે દરેક સુધી મદદ પહોંચાડવાનો પ્રયાસ કરે છે. તેના માટે તેની રુદ્ર ફાઉન્ડેશનની ટીમ સતત સક્રિય છે. લોકોને મદદ ન મળે ત્યાં સુધી તે ફોલોઓપ લેતીરહે છે.
કોરોનાકાળમાં ઓક્સિજનની અછતને ધ્યાનમાં રાખતા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી સોનુ સૂદ, અજય દેવગન, હર્ષવર્ધન રાણે, ભૂમિ પેડનેકર, અક્ષય કુમાર, રિતીક રોશન, પ્રિયંકા ચોપરા, શ્વેતા પ્રસાદ બાસુ જેવા ઘણા સ્ટાર મદદ કરી રહ્યા છે. આ તમામ ઓક્સિજન કન્સન્ટ્રેટર, સિલિન્ડરથી લઈને હોસ્પિટલમાં બેડ્‌સ સુધીની વ્યવસ્થા કરવામાં રોકાયેલા છે.