કેળા, તરબૂચ, શક્કરટેટીની વધુ ડિમાન્ડ

 

ભુજ : પવિત્ર રમજાન માસનો પ્રારંભ થયો છે, ત્યારે ભુજમાં ફ્રૂટના ભાવોમાં વધારો થયો છે. ઉત્પાદન ઓછુ હોવાથી અને ખપત વધુ હોવાથી ભાવ વધારો થયો છે.

આ અંગે ફ્રૂટના વ્યાપારી નરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, ફ્રૂટના ભાવોમાં સાધારણ ભાવ વધારો થયો છે. શક્કરટેટી જે ૪ દિવસ પહેલા રૂા. ૪૦થી પ૦માં વેચાતી હતી, તેમાં રૂા. ૧૦થી ર૦ વધારો થયો છે, તેમજ કેળા રૂા. ર૦થી રપ હતા, તે રૂા. ૩૦માં વેચાઈ રહ્યા છે. તરબૂચના ભાવ ર૦ હતા, તેમાં રૂા. પથી ર૦નો વધારો થયો છે. આ વખતે ફ્રૂટ ગયા વર્ષ કરતાં સારા આવ્યા છે. તરબૂત, પાઈનેપલ, શક્કરટેટીની વધુ ડિમાન્ડ છે.

આ અંગે અન્ય વેપારી સતીષભાઈ સોમાણીને પુછતા જણાવ્યું કે, આ વખતે રમજાન માસ દરમ્યાન થોડી ઘરાકીમાં મંદી છે અને ભાવમાં થોડો ઘણો વધારો થયો છે. પાઈનેપલના ભાવ રૂા. ૬૦થી ૮૦ હતા, ત્યારે રૂા. ૮૦થી ૧૦૦ થઈ ગયા છે. વધુ પડતા ઠંડા ફ્રૂટની ડિમાન્ડ માર્કેટમાં વધુ હોવાનું જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here