રમજાન માસમાં ભુજ – ગાંધીધામમાં રાત્રી કફ્ર્યુંમાં રાહત આપો

ભુજ : અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિ દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે. જે મુજબ હાલમાં ભુજ અને ગાંધીધામમાં રાત્રી કફ્ર્યુ લાગુ કરાયો છે. જાે કે મુસ્લિમ સમાજનો પવિત્ર રમજાન માસ આવતો હોઈ મુખ્ય ઈબાદતો જેવી કે, તરાવિહ નમાઝ રાત્રીના ૯થી ૧૧ વચ્ચે થતી હોય છે અને રોજાે રાખવા માટે સવારે શહેરી અને ત્યારબાદ ફજર નમાઝ પ વાગ્યા પછી હોય છે. ત્યારે નમાજ અને શહેરીના સમયને ધ્યાને રાખી રાત્રે ૧૧ અને સવારના પ વાગ્યાના સમયમાં છુટછાટ મળે તેવી માંગ કરાઈ છે. આવેદન આપતી વેળાએ સમિતિના પ્રમુખ સુલતાન સોઢા તેમજ આગેવાનો સૈયદ અહમદશા અલહુસેની, ઈબ્રાહીમ હાલેપોત્રા, હનીફ પડેયાર, હાજી ગફુર શેખ, સાલેમામદ પડેયાર, મહેબુબ પંખેરિયા, સૈયદ અનવરશા બાપુ, સૈયદ અશરફશા, ઈમરાન રાઠોડ, સતાર માંજાેઠી, અબ્દુલ રાયમા, હાજી અલાના વગેરે હાજર રહ્યા હતા.