યુવા ભાજપ દ્વારા ર૦ હજારથી વધુ રક્તની બોટલ એકત્ર કરાઈ : ડૉ. પ્રશાંત કોરાટ

ભુજ : કચ્છ જિલ્લાના પ્રવાસે આવેલ પ્રદેશ યુવા મોરોચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટે કચ્છ ઉદયની સાથે કરેલી ખાસ વાતચીતમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારને સાત વર્ષ સફળ થતા ત્યારે ગુજરાત પ્રદેશ અને રાષ્ટ્રીય ભાજપ દ્વારા એક સપ્તાહ સેવા હી સંગઠન કાર્યક્રમ અંતર્ગત કોરોના મહામારી રક્તની અછત ન સર્જાય તે માટે બ્લડ ડોનેશન કેમ્પ કરવાનો આયોજન કરવામાં આવ્યું છે. સામે પ૦૦થી વધુ બ્લડ ડોનેશન કેમ્પ કરવાનું આયોજન છે. જે અંતર્ગત ર૦ હજારથી વધુ રકતની બોટલ એકત્ર થઈ છે. સમગ્ર કોરોના મહામારી દરમિયાન પાર્ટી દ્વારા માસ્ક, સેનિટાઈઝર વિતરણ તેમજ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે અને ભુજ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો અને ત્યારબાદ નખત્રાણામાં પણ બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે.  હાલ તાઉતે વાવાઝોડાના કારણે હજારો વૃક્ષોને નુકસાન પડ્યું છે. તેવામાં આ પર્યાવરણ દિને સંકલ્પ કરી તમામે વૃક્ષો વાવવા જાેઈએ અને તે જતન કરવું જાેઈએ તેવું તેમણે ઉમેર્યું હતું.