યાત્રાધામ બહુચરાજી ૧૭મેથી શરુ થશેઃ ગાઇડલાઇનનું પાલન કરવા ફરજિયાત

કોરોનાના કેસોમાં ઘટાડો આવતા યાત્રાધામ બહુચરાજી ૧૭મે થી શરૂ થશે.બહુચરાજી ગ્રામપંચાયત દ્વારા સ્વયંભૂ લોકડાઉન જાહેર કરાયું હતું.૧૦ દિવસના લોકડાઉન બાદ ફરી બજારો શરૂ થઈ જશે. બજાર શરૂ થયા બાદ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. વેપારીઓ તેમજ ગ્રાહકો જો સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન કરશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.