મોરેશિયસના પૂર્વ રાષ્ટ્રપતિ-પ્રધાનમંત્રી શ્રી અનિરુદ્ધ જગન્નાથજીનું નિધન : ગુજરાતમાં પણ એક દિવસનો રાજકીય શોક

આજે રાજ્યમાં રાષ્ટ્રધ્વજ અર્ધી કાઠીએ ફરકાવાશે

મોરેશિયસના પૂર્વ રાષ્ટ્રપતિ અને પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અનિરુદ્ધ જગન્નાથજીનું ગઈકાલે નિધન થયું છે. પદ્મવિભૂષણ સર શ્રી જગન્નાથજીના સન્માનમાં સમગ્ર ભારતની સાથોસાથ ગુજરાતમાં પણ આજે તા. ૫મી જૂને એક દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આજે દિવસ દરમિયાન રાજ્યમાં રાષ્ટ્રીય ધ્વજ અર્ધી કાઠીએ ફરકાવવામાં આવશે અને રાજ્યમાં આજના દિવસ દરમિયાન કોઇ સત્તાવાર મનોરંજન કાર્યક્રમો નહીં યોજાય..