મોરબીઃ સ્પેરપાટ્‌ર્સની આડમાં લવાતો વિદેશી દારૂ ભરેલો ટ્રક પકડાયો

(જી.એન.એસ)મોરબી,ગુજરાતમાં દારૂની હેરાફીરની થવાની અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે મોરબી જિલ્લામાંથી પણ એક ટ્રક ભરીને વિદેશી દારુ ઝડપાયો હતો. ટ્રકમાંથી કટિંગ થાય એ પહેલા જ મોરબી એલસીબીની ટીમ ત્રાટકી હતી. અને વિદેશી દારૂની ૧૫૬૦ બોટલો સાથે ૧૫ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે વાંકાનેર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી.મળતી માહિતી પ્રમાણે બુધવારે મોરબી એલસીબીએ મોડી રાત્રીના વાંકાનેર તાલુકા મથકમાં વિદેશી દારૂ ભરેલો ટ્રક પકડી પાડ્યો છે. જેમાં મોરબી એલસીબી ટીમને ખાનગી રીતે માહિતી મળી હતી કે જુદી જુદી બ્રાન્ડનો વિદેશી દારૂ ભરેલો ટ્રક વાંકાનેર તાલુકાના ભલગામ નજીક આવવાનો છે. જેના આધારે એલસીબી ટીમે મોડી રાત્રીના વોચ ગોઠવી અને દરોડો પાડતા ટ્રક ન.ૐઇ ૩૮ ઢ ૩૬૨૩ શંકાસ્પદ હાલતમાં નજરે પડ્યો હતો.જેમાં નજીક જોઈને તપાસ કરતા ટ્રકમાંથી જુદી જુદી બ્રાન્ડનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેમાં મેગડોવેલ નો.૦૧ની ૬૬૦ નંગ બોટલ કીમત રૂપિયા ૨,૪૭,૫૦૦/-,રોયલ ગોલ્ડ પ્રીમિયમ ૯૦૦ નંગ કિંમત રૂપિયા ૨,૭૦,૦૦૦/-, બોટલ,અશોક લેલન ટ્રક કિંમત રૂપિયા ૮,૦૦,૦૦૦/- ,મારુતિ સુઝુકી કંપનીના સ્પેરોપાટ્‌ર્સ બોક્સ કીમત રૂપિયા ૨,૬૩,૯૦૦/-,જીપીએસ સીસ્ટમ કિકટ રૂપિયા ૧૦૦૦/- મળી કુલ રૂપિયા ૧૫,૮૨,૪૦૦/- રૂપિયાનો મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો.જેમાં વાંકાનેર તાલુકાના ભલગામ નજીકથી વિદેશી દારૂના જથ્થાનું કટીગ થાય પેહલા જ એલસીબી ત્રાટકતા ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો ત્યારે મોરબીમાં જુદા જુદા કિમીયાઓ અપનાવી બૂટલેગરો વિદેશી દારૂ ઘુસાડવા પ્રયત્નો કરતા હોય છે. જેમાં આ વખતે એલસીબી દારૂ ઘુસાડવાની ટીમે તદ્દન નવી જ ટેક્નિક એટલે કે જેન્યુન કંપનીના સ્પેરોપાટ્‌ર્સની આડમાં વિદેશી દારૂની હેરાફેરી ના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.જો કે ટ્રક ચાલક નાસી જતા ટ્રકના માલિકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.હાલ મોરબી એલસીબી પોલીસે વાંકાનેર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાવી આરોપીઓના સગડ મેળવવા કવાયત હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે મોરબી એલસીબી એ છેલ્લા એક માસમાં જુદી જુદી જગ્યાએથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે ત્યારે આ પકડાયેલ વિદેશી દારૂનો જથ્થો કોણે મંગાવ્યો હતો ? કોણે મોકલ્યો હતો ? તે રીતે વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.