મોદી-રૂપાણી વિકાસનીતિનો વાગડમાં મસમોટો સપાટો : કચ્છ બન્યું કોંગ્રેસ-મુકત :તમામ ધારાસભ્યો ભાજપના.!

વિધાનસભાની ચુંટણી વખતથી જ પંજાને બાય..બાય કરીને..ભાજપનો કેસરીયો ખેસ પહેરી લેવાની ફીરાકમાં હોવાના
અહેવાલોને મળ્યું સમર્થન : રાપરના ધારાસભ્યએ પંજાનો હાથ છોડવાનુ મન બનાવી લીધુ : ભાજપ સરકારમાં કોંગ્રેસમાં રહીને પ્રજા કામો કરાવવા સામા પ્રવાહે તરવાની સ્થીતી સર્જાતી હોવાથી તથા મોટાભાગે રાપરના બદલે મુંબઈ જ રહેતા રાપરના ધારાસભ્ય ખુદ-કાર્યકર્તાઓ અને પ્રજાના હિતાર્થે ભાજપનો ખેશ ધારણ કરવાનો આજે ૧ એપ્રીલના રોજ જાહેર કરી દીધો નિર્ણય

ટીમ પ્રદીપસિંહ વાઘેલા-દીલીપભાઈ ઠાકોર તથા જિલ્લા ભાજપ કેશુભાઈ પટેલની મહેનત અંતે રંગ લાવી : ટુંકમાં જ સત્તાવાર રીતે થઈ શકે છે જાહેરાત

ગાંધીધામ : ભારત-ગુજરાતમાંથી કોંગ્રેસને નેસ્તનાબુદ કરવાની દીશામાં સક્રીય ભારતીય જનતા પાર્ટીના સંગઠનની ટીમ દ્વારા કચ્છમાં પણ જાણે કે, સપાટો બોલાવી દીધો હોય તેવી રીતે કચ્છ પણ હવે કોંગ્રેસ મુકત બની જવા પામે તો નવી નવાઈ નહી કહેવાય તેવા રાજકીય અહેવાલો આંતરીક બેડામાથી સામે આવવા પામી રહ્યા છે. આ બાબતે અંતરંગ વર્તુળોમાથી બહાર આવતી મહત્વપૂર્ણ વિગતો અનુસાર કચ્છમાં વિધાનસભાની છ બેઠકો છે. જેમાંથી પાંચ બેઠકો પર ભાજપનો દબદબો છે. ચુંટણી મારફતે ચાર બેઠકો ભાજપે જીતી હતી અને અબડાસા તથા રાપરની બેઠક કોંગ્રેસ હસ્તક રહેલી હતી. અબડાસાના કોગ્રેસના લોકસેવક સમાન ધારાસભ્ય પ્રદુમનસિંહ જાડેજાએ પોતાના વિસ્તારના કામો વિપક્ષમાં રહીને કરાવવા કપરા થતા હતા જયારે ભાજપની સાથે રહીને આ કામો તબક્કાવાર પૂર્ણ થવા પામી જશે તેવી ખાત્રીઓ મળી અને કામો પૂર્ણ પણ થતા જોવાઈ ગયા ત્યારે પ્રદુમનસિંહ જાડેજાએ અબડાસાની પેટાચૂંટણી ભાજપના મેન્ડેટ પરથી લડી અને તેઓ વિજયી પણ થયા છે. જયારે આ પ્રકારના સંજોગો અબડાસા અને કચ્છમાં સર્જાયા ત્યારે જ રાજકીય રીતે આમ તો વાત આવતી હતી કે આ પ્રકારની હલચલ હવે વાગડ-રાપર પર જોવાય તો નવી નવાઈ નહી. જો કે, તે વખતે દુધના ઉભરાની જેમ બહાર આવેલી આ વાતો તરત જ સમી પણ જવા પામી હતી પરંતુ હવે આજ રોજ ૧ એપ્રીલના દીને સામે આવતી માહીતી અનુસાર અબડાસાની જેમ જ રાપરના ધારાસભ્ય પણ કેસરીયો ખેસ ધારણ કરવાની તૈયારીઓને અંતિમ ઓપ આપી ચુકયા છે. મોદી અને વિજયભાઈ રૂપાણીની સરકારની વિકાસ નીતીને જોતા તેમનાથી પ્રેરિત થઈ અને વાગડ-રાપર વિસ્તારના વિવિધ પ્રશ્નોના ઉકેલની ખાત્રીઓ આપી દેવામા આવતા રાપરના ધારાસભ્ય પણ હવે પંજાને બાય બાય કરી અને ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરી રહ્યા છે. ૧ એપ્રીલના રોજ આ અંગે મહત્વપૂર્ણ સમજુતીની બેઠક યોજાઈ જવા પામી ગઈ છે. અને ટીમ કેશુભાઈ પટેલની મહેનત સંગઠનની દ્રષ્ટીએ ફળવા પામી હોવાનુ દર્શાય છે. આ બાબતે આજ રોજ ૧ એપ્રીલના તમામ ડીલ લોક કરી લેવાઈ છે અને ટુંક જ સમયમાં હવે સત્તાવાર રીતે જાહેરાત થાય તો નવી નવાઈ નહી કહેવાય. સમગ્ર હલચલ બાબતે રાપરના ધારાસભ્ય શ્રી આરેઠીયાને પુછતા તેઓએ હાલતુરંત આવી હલચલ ચાલતી હોવા બાબતને નકારી હતી.