મોતના આંકડા છૂપાવતા હોવાના અહેવાલ પાયાવિહોણાઃ પ્રદિપસિંહ જાડેજા

ગુજરાતમાં કોરોના મહામારીનો આતંક જોવા મળી રહ્યો છે. દરેક રાજ્યના તાલુકા અને જિલ્લામાં કોરોના કેસની સાથે મોતના આંકડાઓ પણ વધ્યા છે. રાજકીય પાર્ટીઓથી લઈને અનેક લોકોએ સરકાર પર મોતના આંકડાઓમાં વિસંગતતા હોવાનો આરોપ લગાવ્યો છે. ત્યારે રાજ્યમાં થયેલા મોતને લઈને ડેથ સર્ટિફિકેટના અહેવાલ અંગે સરકારે આજે સ્પષ્ટતા કરી છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આજે એક પ્રેસ કોન્ફરન્સ કરીને એક નિવેદન આપ્યું છે. રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આજે કોવિડકાળમાં જાહેર કરાયેલા ૧.૨૯ લાખ ડેથ સર્ટિફિકેટના વહેતા થયેલા સમાચાર અંગે ગૃહરાજ્ય મંત્રીએ ખુલાસો કર્યો છે. એક પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, સરકાર મૃત્યુના આંકડા છૂપાવતી નથી. સરકાર મૃત્યુઆંક છુપાવે છે તે અહેવાલ ખોટો છે. સરકાર એસઓપી પ્રમાણે આંકડા જાહેર કરે જ છે. પોસ્ટ કોવિડ ડેથને કોવિડ ગણવા માટેનો આગ્રહ રખાય છે’.જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાના કારણે થયેલા મૃત્યુમાં આંકડા છુપાવવામાં આવતા હોવાના અહેવાલ આવ્યો છે. પરંતુ ડેથ સર્ટિફિકેટની આધાર બનાવીને મોતની સંખ્યા ગણવામાં આવે તે યોગ્ય નથી. મૃત્યુ સર્ટીફીકેટ અનેક કામ માટે લેવામા આવે છે. આ કિસ્સામાં અંડર રિપોર્ટિંગ અને ઓવર રિપોર્ટિંગ કરવામાં આવ્યું છે.મૃત્યુના આંકડાની ટકાવારીની સરખામણી પાછલા અને અગાઉના વર્ષોમાં કરવામાં આવે છે, જે સંખ્યામાં થયેલી વૃદ્ધિ કુદરતી મૃત્યુના આંકડા ધ્યાનમાં લેવા જોઈએ. આ અહેવાલમાં ધ્યાને લીધા સિવાય તુલના કરવામાં આવી છે. ૨૦૨૦-૨૧માં તુલના કરવામાં આવી છે. મૃત્યુનું પ્રમાણપત્ર જુલાઈ ૨૦૨૧ સુધી ડેથ સર્ટિફિકેટ એફિડેવિટ વગર આપવાનો નિર્ણય કર્યો છે.