મોટા બંદરામાં યુવાનને માર મરાતા ફરિયાદ

ભુજ : તાલુકાના મોટા બંદરા ગામે વાડી વિસ્તારમાં યુવાનને ત્રણ શખ્સોએ ધકબુશટનો માર મારી ઈજાઓ પહોંચાડી હતી, તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા પધ્ધર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ વાલાભાઈ જેસંગભાઈ ગોહિલ (આહીર) (ઉ.વ.૪પ) (રહે. મોટા બંદરા વાડી વિસ્તાર, તા.ભુજ)એ આરોપી હરદીપસિંહ મંગુભા જાડેજા, વિજયરાજસિંહ મંગુભા જાડેજા તેમજ વિશ્વરાજસિંહ ફતેસિંહ જાડેજા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓએ ફરિયાદીને કહ્યું હતું કે, વાડીની બાજુમાં આવેલા રસ્તા પર બાવળની ઝાડીઓ કેમ નાખે છે તેવું કહીને ઉશ્કેરાઈ જઈ ભુંડી ગાળો આપી હાથ – પગ વડે ધકબુશટનો મુઢ માર માર્યો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા પદ્ધર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. જેને પગલે કુલદીપસિંહ જાડેજાએ આગળની તપાસ હાથ ધરી છે.