મેઘપર બોરીચીના યુવાન સામે ચાઈલ્ડ પોર્નોગ્રાફી તળે કાર્યવાહી

અંજાર : તાલુકાના મેઘપર બોરીચીમાં રહેતા યુવાન વિરૂદ્ધ ચાઈલ્ડ પોર્નોગ્રાફીની ટીપલાઈનને આધારે પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ હતી. બનાવને પગલે અંજાર પોલીસ મથકે એસઓજી પીઆઈ વી. પી. જાડેજા દ્વારા જાણવા જાેગ નોંધ કરાવાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ કચ્છ બોર્ડર રેન્જ ભુજના સાયબર સેલ વિભાગ દ્વારા અપાયેલી ચાઈલ્ડ પોર્નોગ્રાફી ટીપલાઈનને આધારે મેઘપર બોરીચીની શિવધારા સોસાયટીમાં રહેતા સંદીપસિંહ દશરથસિંહ પરમાર વિરૂદ્ધ કાર્યવાહી કરાઈ હતી. આ શખ્સનો મોબાઈલ પોલીસે કબજે લઈ તેમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીને લગતા અશ્લીલ સાહિત્ય, ફોટો કે વીડિયો છે કે કેમ તે પંચોની રૂબરૂમાં ચેક કરાયું હતું. બનાવને પગલે અંજાર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.