મેઘપર (બો)થી પાલનપુર પરણેલી મહિલાને સાસરિયાઓ દ્વારા ત્રાસ

ગાંધીધામ : અંજાર તાલુકાના મેઘપર બોરીચીથી બનાસકાંઠાના પાલનપુરમાં પરણેલી મહિલાને તેના સાસરિયાઓ દ્વારા ત્રાસ અપાતા આદિપુર મહિલા પોલીસ મથકે પતિ સહિત ૪ સામે ગુનો નોંધાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ અન્નપૂર્ણાબેન જિજ્ઞેશકુમાર ઉપાધ્યાય (ઉ.વ. ૩૦)એ તેમના પતિ જિજ્ઞેશકુમાર, સસરા દિનેશચંદ્ર જેઠાલાલ ઉપાધ્યાય, સાસુ અરૂણાબેન (રહે. તમામ પાલનપુર, બનાસકાંઠા) તેમજ મામીસાસુ હિનાબેન મનોજભાઈ ભટ્ટ (રહે. મેઘપર કુભારડી) વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. આરોપીઓએ પરિણીતાને ઘરની નાની-નાની બાબતોમાં મેણાટોણા મારીને મારકૂટ કરી શારીરિક માનસિક ત્રાસ આપ્યો હતો. તેમજ દહેજની માગણી કરતા આદિપુર મહિલા પોલીસ મથકે દહેજધારા તળે ગુનો નોંધાયો હતો.