મેઘપર (કું)માં આધેડે ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

અંજાર : તાલુકાના મેઘપર (કુંભારડી)માં ૪૮ વર્ષિય આધેડે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આ ફાની દુનિયાને અલવીદા કરી હતી. બનાવને પગલે અંજાર પોલીસે અકસ્માત મોતનો મામલો દર્જ થયો હતો.પ્રાપ્ત વિગતો મુજબ અંજાર પોલીસ મથકે દિનેશભાઈ નાનજીભાઈ ગરવાએ નોંધાવેલી જાણવા જોગ ફરિયાદને પગલે પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, ૪૮ વર્ષિય જીતેન્દ્રભાઈ નાનજીભાઈ ગરવાએ પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાધો હતો. મેઘપર કુંભારડીની મેઘમાયા સોસાયટીમાં રહેતા આધેડે આત્મઘાતી પગલું ભરતા અંજાર પોલીસે હતભાગીના મૃતદેહને રામબાગ હોસ્પિટલમાં ખસેડી પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવને પગલે અકસ્માત મોતનો મામલો દર્જ કરાતા અંજાર પીએસઆઈ જી. બી. માજીરાણાએ આગળની તપાસ હાથ ધરી છે.