(જી.એન.એસ.)દુબઇ,વર્ષ ૨૦૧૯માં ટી-૨૦ વર્લ્ડ કપની ક્વાલિફાયરમાં મૅચ ફિક્સ કરવામાં ભૂમિકા ભજવવાના કરેલા પ્રયાસ બદલ આઈસીસીએ મંગળવારે યુએઈના ક્રિકેટર મોહમ્મદ નાવેદ અને શૈમન અનવર બટ પર આઠ વર્ષનો પ્રતિબંધ મૂક્યો હતો. આ પ્રતિબંધ ૧૬ ઑક્ટોબર ૨૦૧૯થી લાગુ પડશે.૩૩ વર્ષનો નાવેદ દેશ માટે ૩૯ વન ડે અને ૩૧ ઈન્ટરનેશનલ ટી-૨૦ તો ૪૨ વર્ષનો શૈમન અનવર બટ ૪૦ વન ડે અને ૩૨ ટી-૨૦ રમ્યો છે. નાવેદ ટીમનો કૅપ્ટન અને વિકેટ ઝડપનાર અગ્રણી બૉલર હતો તો અનવર ઑપનિંગ બૅટ્‌સમેન હતો, એમ આઈસીસી ઈન્ટિગ્રિટી યુનિટના જનરલ મૅનેજર ઍલેક્સ માર્શલે કહ્યું હતું. આ બંને ખેલાડીની ભ્રષ્ટ પ્રવૃત્તિ તેમના સાથી ખેલાડીઓ અને યુએઈ ક્રિકેટના ટેકેદારો માટે વિશ્ર્‌વાસઘાત હતી, એમ તેમણે કહ્યું હતું.