મુન્દ્રા શહેર તથા તાલુકાના ૧૧ સ્થળોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર મુન્દ્રા શહેરના બારોઇ-૨ના સંસ્કારનગર-૨ પ્રથમ ઘર દિપેનભાઇ પાંડી, છેલ્લું ઘર દિપક ભોલે કુલ-૨૬ ઘરોને તા.૩૦/૪ સુધી, મુન્દ્રા શહેરના મહાવીરનગર, પ્રથમ ઘર મહેશભાઇ ગોર, છેલ્લા ઘરનું નામ આહિર રામુભાઇ કુલ-૨૬ ઘરોને તા.૩૦/૪ સુધી, મુન્દ્રા શહેરના બારોઇ-૨ શુભમ બંગલો પ્રથમ ઘર ભાવિન ઠકકર, છેલ્લા ઘરનું નામ જેઠાલાલ ઠકકર કુલ-૨૪ ઘરોને તા.૩૦/૪ સુધી, મુન્દ્રા તાલુકાના નાના કપાયા ગામના પ્રથમ ઘર ભીખુભા જાડેજા, છેલ્લા ઘરનું નામ રૂપસિંગ જેઠવા ઘર સુધી કુલ-૨૭ ઘરોને તા.૩૦/૪ સુધી, મુન્દ્રા તાલુકાના નાની ભુજપુર ગામના ગોપાલ ગઢવીનું ઘર અને છેલ્લું ઘર દેવદાસ ગઢવીના ઘર સુધી કુલ-૨૮ ઘરોને તા.૩૦/૪ સુધી, મુન્દ્રા તાલુકાના મોટી ભુજપુર ફોલ ફળિયો, પ્રથમ ઘર શિવુભા જાડેજા છેલ્લું ઘર દિપક સોનીના ઘર સુધી કુલ-૪૧ ઘરોને તા.૩૦/૪ સુધી, મુન્દ્રા તાલુકાના મોટી ભુજપુર જુની ગ્રામ પંચાયત પ્રથમ ઘર ગીલવા ધનરાજ છેલ્લું ઘર હરિસિંહ ગોહિલના ઘર સુધી કુલ-૩૬ ઘરોને તા.૩૦/૪ સુધી, મુન્દ્રા તાલુકાના મોટી ભુજપુર ગામના રાજગોર ફળિયાના પ્રથમ ઘર વાળંદ મેઘજી છેલ્લું ઘર કિરણભાઇ ગોસ્વામી કુલ-૩૪ ઘરોને તા.૩૦/૪ સુધી, મુન્દ્રા શહેરના કુંભાર ફળિયા ગુજ્જરવાસ પ્રથમ ઘર જાવેદ કુંભાર છેલ્લું ઘર રસીદ કુંભાર કુલ-૧૮ ઘરોને તા.૩૦/૪ સુધી, મુન્દ્રા શહેરના રિધ્ધિનગર પ્રથમ ઘર કુંદન મોદી છેલ્લું ઘર તેજશી ખેતશી કુલ-૨૦ ઘરોને તા.૩૦/૪ સુધી, મુન્દ્રા તાલુકાના નાની ભુજપુરના પ્રથમ ઘર મહેશ મેઘરાજ છેલ્લું ઘર ચમન છોટાલાલ કુલ-૨૯ ઘરોને તા.૩૦/૪ સુધી માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે. આ જાહેરનામાનો ભંગ કરનાર પર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું મુન્દ્રા-કચ્છ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટશ્રી કે.જી.ચૌધરી દ્વારા ફરમાવેલ છે.