મુન્દ્રા રોડ રિલોકેશન સાઈટનું ટપાલ વિતરણ ખોરવાયું

0
21

ભુજ : શહેરના મુન્દ્રા રોડ રિલોકેશન સાઈટ પ્રમુખસ્વામીનગર ખાતે ઘણા વર્ષોથી એક પોસ્ટમેન હતા જે નિવૃત થયા બાદ અવારનવાર ટપાલ વિતરણ બંધ થઈ જાય છે.
હાલમાં રજૂઆત બાદ માધાપરથી એક પોસ્ટમેનને આ બીટમાં મૂકવામાં આવેલ જેમના દ્વારા આ સાઈટ અને વિસ્તારમાં બરાબર ટપાલ વિતરણ થતું હતું. છેલ્લા એકાદ માસથી ફરી એજ પોસ્ટમેન ફરી માધાપર પરત લઈ લેતા આ સાઈટ અને વિસ્તારના ૩૦,૦૦૦ લોકોની ટપાલ વિતરણ બંધ થઈ ગઈ છે. જેથી સિનિયર સીટીઝનો અને નોકરી વોચ્છુંઓના ચેકબુક કે અન્ય પુસ્તરો ન મળતા લોકો પરેશાન છે. આ અંગે સુપ્રિઓફ પોસ્ટ અને હેડ પોસ્ટ માસ્તર તથા સાંસદ વિનોદભાઈ ચાવડા પાસે યોગ્ય કરવા લેખિતમાં આ વિસ્તારના ભૂપેન્દ્ર મહેતા દ્વારા રજૂઆત કરાઈ છે. તંત્ર સત્વરે ઘટતું કરે એવી લોકોએ માંગ કરી છે.