મુન્દ્રા નગર તથા ગ્રામ્ય વિસ્તારોના ૨૩ સ્થળોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર મુન્દ્રા નગરના-૭, ગ્રામ્ય વિસ્તારોમાં બગડા-૧, ગેલડા-૧, મોટા કપાયા-૧, નાના કપાયા-૧, મળીને કુલ-૧૦ વિસ્તારોને તા.૨૮/૫ સુધી જયારે બારોઇ-૫, મુન્દ્રા નગરમાં-૪, ભદ્રેશ્વર-૧, લુણી-૨, મોટા કપાયા-૧ ને તા.૨૭/૫ સુધી માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે. આ જાહેરનામાનો ભંગ કરનાર પર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભચાઉ-કચ્છ સબ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટશ્રી કે.જી.ચૌધરી દ્વારા ફરમાવેલ છે.