મુન્દ્રાના ઝરપરા વિસ્તારમાં છરીની અણીએ લૂંટ

Criminal with knife weapon hidden behind his back

એમટી યાર્ડમાં અજાણ્યા શખ્સોએ છરી બતાવી રોકડ અને વાઈફાઈ રાઉટર સહિતની લૂંટ ચલાવી અજાણ્યા શખ્સો નાસી ગયા

મુન્દ્રા : મુન્દ્રા નજીક ઝરપરા વિસ્તારમાં આવેલ જેએમજે કન્ટેઈનર સોલ્યુશનમાં એમટી યાર્ડમાં ગતરાત્રીના ૧ર વાગ્યાના અરસામાં અજાણ્યા શખ્સો આવી ફરિયાદીને છરી બતાવી ઓફિસના ડ્રોઅરમાંથી ૧૬૦૦-૧પ૦૦નો વાઈફાઈ રાઉટર અને થેલામાં પડેલા ૪૦૦૦ રોકડ એમ કુલ ૭ર૦૦ની લૂંટ ચલાવી અજાણ્યા શખ્સો નાસી ગયા હતા.આ બનાવ અંગે વધુ મળતી વિગતો મુજબ ગતરાત્રીના ૧ર વાગ્યાના અરસામાં ફરિયાદી પ્રકાશ સ/ઓ સુધીસ્ટીર રાણશી (રહે. હાલ મુન્દ્રા, મૂળ ઓરિસ્સા) ઝરપરા વિસ્તારના એમટી યાર્ડમાં જેએમજે કન્ટેઈનર સોલ્યુશનમાં ઓફિસમાં હતા ત્યારે અજાણ્યા શખ્સો ત્યાં આવ્યા હતા અને છરી બતાવી મારી નાખવાની ધમકી આપી ઓફિસમાંથી રોકડા અને વાઈફાઈ રાઉટર સહિત કુલ રૂા.૭ર૦૦ની લૂંટ ચલાવી નાસી ગયા હતા. મુન્દ્રા પોલીસે અજાણ્યા શખ્સો વિધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આગળની તપાસ મુન્દ્રા પોલીસ મથકના પીએસઆઈ ટી. એચ. પટેલ ચલાવી રહ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે હમણા થોડા સમયથી લૂંટના બનાવોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. હજુ તો ગઈકાલે જ ભુજમાં યુવાનને છરી ઝીંકીને પ.૭૦ લાખની લૂંટ કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. તો અવાર નવાર ભુજિયા ડુંગરની આસપાસ લૂંટના બનાવો પોલીસ ચોપડે નોંધાઈ ચુકયા છે. ત્યારે વધતા જતા લૂંટના બનાવો કચ્છ માટે ચિંતાજનક કહી શકાય તેમ છે.